Wednesday Remedies: બુધવારના આ ઉપાય છે જોરદાર, ક્યારેય નથી થતા ફેઈલ, આખું વર્ષ બંને હાથે ધન ભેગું કરશો

Wednesday Remedies: બુધવારનો દિવસ પ્રથમ પૂજ્ય ગણપતિજીને સમર્પિત છે. માન્યતા છે કે આ દિવસે વિધ્નહર્તાની પૂજા અર્ચના કરી કેટલાક ઉપાય કરવાથી જીવનની બધી જ સમસ્યાથી છુટકારો મળી શકે છે. આજે તમને આવા જ ચમત્કારી ઉપાયો વિશે જણાવીએ.

Wednesday Remedies: બુધવારના આ ઉપાય છે જોરદાર, ક્યારેય નથી થતા ફેઈલ, આખું વર્ષ બંને હાથે ધન ભેગું કરશો

Wednesday Remedies: હિન્દુ ધર્મમાં બુધવારનો દિવસ વિઘ્નહર્તા ગણપતિને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન ગણેશની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે સાથે જ સુખ સૌભાગ્યની પ્રાપ્તિ માટે બુધવારનું વ્રત પણ કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વેપારમાં સફળતા પ્રાપ્ત કરવા માટે બુધવારના દિવસે વિશેષ ઉપાય કરવાથી વેપારમાં ચાર ગણી વૃદ્ધિ થઈ શકે છે. 

જો કારકિર્દીમાં સફળતા મેળવવી હોય અથવા તો કરજથી મુક્તિ મેળવવી હોય તો પણ બુધવારના દિવસે કેટલાક ઉપાયો કરી શકાય છે. બુધવારના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી વિધિપૂર્વક ભગવાન ગણેશની પૂજા કરવી અને આ ઉપાયો કરવા. 

બુધવારના ચમત્કારી ઉપાય 

આર્થિક સંગીથી છુટકારાના ઉપાય 

જો તમારા જીવનમાં આર્થિક તંગી સતત રહેતી હોય અને તમે આ તંકીથી છટકારો મેળવવા માંગો છો તો બુધવારના દિવસે ભક્તિ ભાવથી ભગવાન ગણેશની ઉપાસના કરો સાથે જ તેમને દુર્વા અને મોદક અર્પણ કરો. આ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. 

સુખ-સમૃદ્ધિના ઉપાય 

જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે ભગવાન ગણપતિને બુધવારના દિવસે ચોખાની ખીર ધરાવો આ ઉપાય કરવાથી કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત થાય છે. 

કારકિર્દી અને વેપારમાં સફળતા માટે 

કરિયરમાં સફળતા મેળવવા માટે બુધવારના દિવસે કાચા દૂધમાં દુર્વા ઉમેરી ભગવાન ગણેશનો અભિષેક કરો. આમ કરવાથી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે અને કરિયર અને વેપારમાં અપાર સફળતા મળે છે. 

કરજ મુક્તિ 

જો તમે કોઈપણ પ્રકારના કરજથી મુક્ત થવા માંગો છો તો બુધવારના દિવસે ઋણહર્તા ગણેશ સ્ત્રોતનો પાઠ કરો. માનવામાં આવે છે કે આમ કરવાથી કરજ અને અન્ય સમસ્યાઓથી મુક્તિ મળે છે અને ભગવાન ગણેશની કૃપા હંમેશા રહે છે. 

બુધ ગ્રહને મજબૂત કરવાના ઉપાય 

જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તેને મજબૂત કરવા માટે બુધવારના દિવસે ગણપતિજીની પૂજા કરી આખા મગ, લીલા શાકભાજી અને ફળનું દાન કરો. આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવો અને ગાયની સેવા કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news