Mars Transit in Libra 2023: વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોના રાશિ પરિવર્તનની અસર દેશ અને દુનિયા પર પણ અલગ અલગ રીતે થાય છે. તેની અસર લોકોના જીવન ઉપર પણ વ્યાપક રીતે જોવા મળે છે. થોડા જ દિવસોમાં ગ્રહોના સેનાપતિ કહેવાતા મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. મંગળ ગ્રહ સાહસ અને શૌર્યનો કારક ગ્રહ છે તેના રાશિ પરિવર્તનથી દરેક રાશિના લોકોના જીવન પર તેની અસર જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળ ગ્રહ 22 ઓક્ટોબરે કન્યા રાશિમાંથી નીકળી તુલા રાશિમાં પ્રવેશ કરશે. મંગળના આ રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના લોકોના લોકોના જીવનમાં શુભ સમય શરૂ થશે. આ લોકોને ભાગ્યનો સાથ મળશે અને કારોબારમાં પણ પ્રગતિ થશે. 


આ પણ વાંચો:


Horoscope: 3 રાશિના લોકોને અચાનક ધન લાભ કરાવશે સૂર્ય ગ્રહણ, દિવાળી પહેલા બનશે અમીર


નવરાત્રિના પ્રથમ દિવસનો આ સમય અતિ અશુભ, જાણો કયા મુહૂર્તમાં કરવી ગરબાની સ્થાપના


Shani Amavasya: 14 ઓક્ટોબરે શનિ અમાવસ્યા, આ નાનકડો ઉપાય કરવાથી શનિ દોષથી મળશે મુક્તિ


મેષ રાશિ


મંગળના રાશિ પરિવર્તનનો શુભ પ્રભાવ મેષ રાશિના લોકોના જીવનમાં જોવા મળશે. આ રાશિના વિવાહિત લોકોના સંબંધો મધુર થશે જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે અને ભાગ્યનો સાથ મળશે. આ સમય દરમિયાન કરેલું દરેક કાર્ય સફળ થશે.


વૃશ્ચિક રાશિ


વૃશ્ચિક રાશિના લોકોને પણ મંગળનું ગોચર શુભ ફળ આપશે આ સમય દરમિયાન આવકમાં વધારો થશે અને આવકના નવા સ્ત્રોત પણ મળશે આ સમય દરમિયાન આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. આ રાશિના લોકોને આકસ્મિક ધનલાભ થશે, જુના રોકાણથી પણ લાભ મળી શકે છે.


કન્યા રાશિ


મંગળનું રાશિ પરિવર્તન કન્યા રાશિના લોકોને પણ શુભ ફળ આપશે. આ સમયે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. અચાનક ધનલાભ થશે વેપારીઓને અટકેલું ધન પરત મળશે કારકિર્દીની દ્રષ્ટિએ પણ આ સમય ઉત્તમ સ્થાપિત થશે આ સમય દરમિયાન વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ પણ બની રહ્યા છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)