Navratri 2023: નવરાત્રિના પ્રથમ દિવસનો આ 3 કલાક સમય અતિ અશુભ, જાણો કયા મુહૂર્તમાં કરવી ગરબાની સ્થાપના

Navratri 2023: નવરાત્રિમાં ગરબાની સ્થાપનાનું વિશેષ મહત્વ છે. આ વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે દુર્લભ સંયોગો બની રહ્યા છે જેના કારણે નવરાત્રિ ખૂબ જ શુભ થવા જઈ રહી છે. જો કે નવરાત્રિના પ્રથમ દિવસે 3 કલાકનો સમય એવો છે જેમાં ઘટસ્થાપન કરવાની મનાઈ છે. તો ચાલો તમને જણાવીએ ઘટસ્થાપના કરવાનો શુભ સમય કયો છે. 

Navratri 2023: નવરાત્રિના પ્રથમ દિવસનો આ 3 કલાક સમય અતિ અશુભ, જાણો કયા મુહૂર્તમાં કરવી ગરબાની સ્થાપના

Navratri 2023: હિન્દુ ધર્મમાં નવરાત્રિના 9 દિવસનું ખૂબ મહત્વ છે. આ 9 દિવસો દરમિયાન માતા જગદંબાની આરાધના કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘરમાં ઘટસ્થાપના એટલે કે ગરબો પધરાવવામાં આવે છે અને સાથે જ અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. કલશની સ્થાપના કરવાની સાથે નવ દિવસ સુધી માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. 

આસો માસની એકમની તિથિએ ઘટસ્થાપન કરવામાં આવે છે. ધર્મ અનુસાર ઘટસ્થાપન શુભ સમયે કરવું જોઈએ. કલશ અથવા ગરબાની સ્થાપનાનું વિશેષ મહત્વ છે. આ વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે દુર્લભ સંયોગો બની રહ્યા છે જેના કારણે નવરાત્રિ ખૂબ જ શુભ થવા જઈ રહી છે. જો કે નવરાત્રિના પ્રથમ દિવસે 3 કલાકનો સમય એવો છે જેમાં ઘટસ્થાપન કરવાની મનાઈ છે. તો ચાલો તમને જણાવીએ ઘટસ્થાપના કરવાનો શુભ સમય કયો છે. 

ગરબાની સ્થાપના માટેનો શુભ સમય

આ પણ વાંચો:

આ રાશિના લોકો માટે વર્ષ 2024 અતિ શુભ, નોકરીમાં પ્રમોશનથી લઈ સંપત્તિ સંબંધિત થશે લાભ
 
એકમની તિથિ 14 ઓક્ટોબરે રાત્રે 11:24 વાગ્યે શરૂ થશે અને 15 ઓક્ટોબરે બપોરે 12:32 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે શારદીય નવરાત્રિ માટે ગરબાની સ્થાપનાનો શુભ મુહૂર્ત બપોરે 11:45 સુધી રહેશે. ત્યારપછી 3 કલાક સુધી ઘટસ્થાપન કરવું નહીં. આ પછી બપોરે 2.45 વાગ્યા પછી ગરબાની સ્થાપના કરી શકાય છે. ઘટસ્થાપન સવારે 11:45 પહેલાં કરવું સૌથી વધુ શુભ રહેશે. 

નવરાત્રિ દરમિયાન ન કરવી આ ભુલ

- નવરાત્રીનો સમય ખૂબ જ પવિત્ર છે. આ સમય દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ.

- નવરાત્રિના 9 દિવસ દરમિયાન ભુલથી પણ કોઈ મહિલા કે છોકરીનું અપમાન ન કરો. આમ કરવાથી માતા દુર્ગા નારાજ થશે. અને તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

- નવરાત્રિના 9 દિવસ દરમિયાન તામસિક ભોજન ન કરવું. તામસિક વસ્તુઓ ઘરમાં પણ ન લાવવી. આ દિવસો દરમિયાન ઘરમાં પવિત્રતાનું ખાસ ધ્યાન રાખો.

- નવરાત્રિ પહેલા ઘરની સારી રીતે સાફ કરો. ઘરમાંથી કચરો અને નકામી વસ્તુઓ ફેંકી દો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news