Mangal Gochar 2024: ગ્રહોના સેનાપતિ મંગળ ભૂમિ, વિવાહ, સાહસ, પરાક્રમનો કારક ગ્રહ છે. મંગળ 23 એપ્રિલ 2024 અને મંગળવારે જ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. મંગળનું મીન રાશિમાં ગોચર બાર રાશિના લોકોના જીવન પર પણ પ્રભાવ પાડશે. જોકે મંગળનું રાશિ પરિવર્તન કેટલીક રાશિને અશુભ ફળ આપનાર સાબિત થશે. આ રાશિના જાતકો પર મંગળ ભારે રહેશે. તો ચાલો તમને જણાવીએ મંગળનું રાશિ પરિવર્તન કઈ રાશિના લોકોને નકારાત્મક ફળ આપી શકે છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળના મીન રાશિમાં પ્રવેશથી આ રાશિઓને થશે હાનિ 


આ પણ વાંચો: 25 એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કરશે શુક્ર, આ 5 રાશિઓ માટે ખુલી જશે પ્રગતિના રસ્તા


મેષ રાશિ 


મેષ રાશિના લોકો માટે મંગળનું રાશિ પરિવર્તન અશુભ છે. આ રાશિના લોકોના ખર્ચા વધશે અને ધન હાનિ થવાના પણ યોગ બની રહ્યા છે. માનસિક રીતે અશાંતિ રહેશે અને સ્ટ્રેસ પણ વધી શકે છે. શત્રુ પણ સક્રિય રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. નજીકના મિત્ર કે ભાઈ બહેન સાથે વિવાદ થઈ શકે છે. વાણીની આક્રમકતા નુકસાન કરાવશે. 


આ પણ વાંચો: બુધવારે ભુલથી પણ ન કરતા આ 7 કામ, નોકરી અને વેપારમાં થતી પ્રગતિ લાભ અટકી જાશે


કર્ક રાશિ 


કર્ક રાશિના લોકોને પણ મંગળનું રાશિ પરિવર્તન યાત્રા વધારે કરાવશે જેના કારણે સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. વાતચીતમાં ફેરફાર થવાથી લોકો વચ્ચે તમારી છાપ પણ બગડી શકે છે. લાંબા અંતરની યાત્રા થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. 


આ પણ વાંચો: સોમવારે કરેલા આ ઉપાયથી શિવજી તુરંત પ્રસન્ન થાય છે, જીવનના કષ્ટથી અપાવે છે મુક્તિ


સિંહ રાશિ 


મંગળનું રાશિ પરિવર્તનથી આ રાશિ માટે પડકાર જનક સમય શરૂ થશે. કારણ વિનાની યાત્રા કરવી પડી શકે છે. આત્મવિશ્વાસ પણ ઘટી જશે. મનમાં ચિંતા અને દુવિધા રહેશે. મહત્વપૂર્ણ નિર્ણય સમજી વિચારીને લેવા. વાતચીત આરામથી કરવી અને આક્રમકતાથી બચવું. 


વૃશ્ચિક રાશિ 


આ રાશિના લોકોના મનમાં નિરાશા હારી થશે. પ્રગતિ ધીમી થઈ જશે. કારકિર્દી અટકી ગઈ હોય તેવો અનુભવ થશે. ધીરજ થી કામ લેવું. ગુસ્સો કરવાથી બચવું. 


આ પણ વાંચો: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશે


મીન રાશિ 


મંગળનું રાશિ પરિવર્તન મીન રાશિમાં જ થવાનું છે. આ રાશિના લોકો માટે પણ સમયે મુશ્કેલી ભર્યો રહી શકે છે. સહકર્મચારીઓ સાથે વિવાદ કરવાનું ટાળો. જીવનસાથી સાથેના સંબંધ પણ ખરાબ થઈ શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું. નવી યોજના અમલમાં મુકતા પહેલા સાવધાની રાખવી.


(Disclaimer: અહીં આપેલી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)