Somwar Upay: સોમવારે કરેલા આ ઉપાયથી શિવજી તુરંત પ્રસન્ન થાય છે, જીવનના કષ્ટથી અપાવે છે મુક્તિ

Somwar Upay: અહીં દર્શાવેલા કાર્યોમાંથી કોઈ એક પણ દર સોમવારે કરવામાં આવે તો વ્યક્તિને શુભ ફળ મળે છે. જીવનમાં ધન સંબંધિત સમસ્યા હોય, કરજ હોય, વૈવાહિક જીવનમાં સમસ્યા હોય કે સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તે પણ સોમવારના આ ઉપાયો કરવાથી દુર થાય છે. 

Somwar Upay: સોમવારે કરેલા આ ઉપાયથી શિવજી તુરંત પ્રસન્ન થાય છે, જીવનના કષ્ટથી અપાવે છે મુક્તિ

Somwar Upay: હિંદૂ ધર્મમાં ભોળાનાથની પૂજાને વિશેષ લાભકારી માનવામાં આવી છે. એવી માન્યતા છે કે મહાદેવની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની બધી જ સમસ્યા દુર થઈ જાય છે. મહાદેવની પૂજા કોઈપણ દિવસે કરી શકાય છે પરંતુ સોમવારનો દિવસ સૌથી ખાસ ગણાય છે. સોમવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી પણ ભોળાનાથ પ્રસન્ન થાય છે અને પૂજા કરનાર પર તેમની કૃપા વરસે છે. તો ચાલો આજે તમને પણ સોમવારના ચમત્કારી ઉપાયો વિશે જણાવીએ. 

સોમવારના ચમત્કારી ઉપાય

સોમવારના દિવસે અહીં દર્શાવેલા કાર્યોમાંથી કોઈ એક પણ દર સોમવારે કરવામાં આવે તો વ્યક્તિને શુભ ફળ મળે છે. જીવનમાં ધન સંબંધિત સમસ્યા હોય, કરજ હોય કે સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તે પણ સોમવારના આ ઉપાયોથી દુર થાય છે. 

1. વૈવાહિક જીવનમાં સમસ્યા હોય અને પતિ-પત્નીના સંબંધોમાં પરેશાનીઓ વધારે હોય તો સોમવારના દિવસે રુદ્રાક્ષનું દાન કરવું જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી વૈવાહિક જીવનમાં સુખ શાંતિ વધે છે અને પરેશાનીઓ દૂર થાય છે. 

2. શાસ્ત્રો અનુસાર સોમવારના દિવસે વ્રત કરવું પણ લાભકારી છે. આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિના અટકેલા કામ ભગવાન શંકરની કૃપાથી પૂરા થવા લાગે છે. 

3. સોમવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખા, દહીં, સફેદ કપડાં, સાકર, દૂધ કે દૂધથી બનેલી વસ્તુઓનું દાન કરવું શુભ ગણાય છે. આમ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે. આ દાન કરનાર વ્યક્તિના જીવનમાં ચાલતી સમસ્યાઓનો અંત આવે છે. 

4. સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવી. તેમને દૂધ, બિલિપત્ર, ફૂલ અને ફળ અર્પણ કરવા. સાથે જ શિવલિંગ સામે દીવો કરી અગરબત્તી કરવી. 

5. સોમવારના દિવસે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી પણ વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. તેનાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news