ઓક્ટોબરમાં 4 રાજયોગનો દુર્લભ સંયોગ, 3 રાશિના જાતકોની પાંચેય આંગળીઓ ઘીમાં, ચારે તરફથી થશે કમાણી
Horoscope October 2024 Lucky Zodiac Sign : ઓક્ટોબર મહિનામાં ઘણા મહત્વપૂર્ણ ગ્રહ ગોચર કરી રહ્યાં છે, જે ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવી દેશે. આ લોકોના જીવનમાં ધન-દોલત, ખુશીઓનો પ્રવેશ થશે.
October Month Lucky Rashifal : વૈદિક જ્યોતિષ અનુસાર ઓક્ટોબર મહિનામાં શનિ, સૂર્ય, મંગળ, બુધ, શુક્ર ગ્રહોની ચાલમાં ફેરફાર થઈ રહ્યો છે. શનિ નક્ષત્ર પરિવર્તન કરશે. ગુરૂવક્રી થશે. સૂર્ય, બુધ અને શુક્ર રાશિ પરિવર્તન કરશે. આ બધા ગ્રહોના ગોચરથી ઓક્ટોબર મહિનામાં 4 રાજયોગ બની રહ્યાં છે. કુંભ રાશિમાં વક્રી શનિ શશ રાજયોગ બનાવી રહ્યાં છે. ધન-વેપાર, પાણીના દાતા બુધ ભદ્ર રાજયોગ બનાવી રહ્યાં છે. શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ અને લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવી રહ્યાં છે. એક સાથે આટલા બધા રાજયોગનું બનવું કેટલાક જાતકોને લાભ કરાવશે. જ્યોતિષીય ગણનાઓ અનુસાર 3 રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનામાં બની રહેલા રાજયોગ ખુબ શુભ છે અને તેને બમ્પર લાભ તથા ખુશીઓ આવશે.
આ જાતકો માટે ઓક્ટોબર મહિનો ભાગ્યશાળી
વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનો ખુબ શુભ છે. આ લોકોને કરિયર અને કારોબારમાં આશા કરતા વધુ સફળતા મળી શકે છે. અચાનક ધનલાભ થશે. તમને એક કરતા વધુ સ્ત્રોતથી આવક થશે. કરિયરમાં પ્રગતિ થશે. તમારી ઈચ્છાઓ પૂરી થશે. તમે કમાણી કરવા અને બચત કરવામાં સફળ રહેશો.
સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકો માટે પણ ઓક્ટોબરનો મહિનો ખુબ લાભ અપાવશે. રાજયોગ ભાગ્યનો સાથ અપાવશે. નવી નોકરી મળી શકે છે. તમને કરિયરમાં મોટી તક મળવાથી રાહત મળશે. જૂની સમસ્યાઓ દૂર થશે. તમે તમારા લક્ષ્યનો પૂરા કરશો. આવકમાં વધારો થશે.
આ પણ વાંચોઃ 111 વર્ષ બાદ સૂર્ય અને કેતુએ બનાવ્યો દુર્લભ સંયોગ, આ જાતકો જીવશે વૈભવી જીવન
તુલા રાશિ
ઓક્ટોબર મહિનો તુલા રાશિના જાતકોને વિશેષ લાભ અપાવશે. માલવ્ય રાજયોગ તુલા રાશિમાં બની રહ્યો છે. તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે. તમારા લગ્ન નક્કી થઈ શકે છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે. નવી નોકરી મળશે. આ દરમિયાન તમે પ્રોપર્ટી ખરીદી શકો છો. ઘરમાં રિનોવેશનનું કામ થઈ શકે છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.