Monthly Horoscope July 2024: જ્યોતિષ અનુસાર વર્ષ 2024ના જુલાઈ મહિનામાં ઘણા ગ્રહોનું ગોચર થઈ રહ્યું છે. જુલાઈ શરૂ થતાં પહેલા બુધ અને શુક્રનો ઉદય થશે. આ બંને ગ્રહોના અસ્ત રહેવાથી ઘણા જાતકોના કરિયર અને આર્થિક મામલામાં નુકસાન પહોંચી રહ્યું હતું. તો જુલાઈમાં શુક્ર ગોચર કરી ચંદ્રમાની રાશિ કર્કમાં પ્રવેશ કરશે. એટલું જ નહીં ગ્રહોના રાજા સૂર્ય પણ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. મંગળ, ગુરૂની સ્થિતિ પણ ખાસ રહેશે. જુલાઈમાં ગ્રહોની આ સ્થિતિઓ 5 રાશિના જાતકોને ખુબ લાભ આપવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મહિનાની 5 લકી રાશિઓ
વૃષભ રાશિઃ તમને લાભ મેળવવા માટે ઘણી તક મળશે. વેપારી જાતકોની ડીલ પાકી થશે. તો નોકરી કરનાર જાતકોને નવી નોકરી મળશે. તમે એક કરતા વધુ જગ્યાએથી કમાણી કરશો. કોઈ મોટી સફળતા તમારી પ્રતીક્ષા કરી રહી છે. તમારો આત્મવિશ્વાસ વધશે. 


કર્ક રાશિઃ તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમે ઉચ્ચ વિચાર કરશો અને તમારા સપનાને પૂરા કરવાના પ્રયાસ પણ કરશો. આ દરમિયાન તમારી પ્રગતિ થશે. કરિયરની દ્રષ્ટિએ આ સમય શાનદાર છે. નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. આવકમાં વધારો થશે. લાઇફ પાર્ટનરનો સહયોગ મળશે. 


આ પણ વાંચોઃ આગામી 6 મહિના સુધી આ જાતકો પર મા લક્ષ્મી રહેશે મહેરબાન, ધનલાભનો યોગ


કન્યા રાશિઃ તમને દરેક ક્ષેત્રમાં લાભ તથા સફળતા મળવાનો યોગ બની રહ્યો છે. કહી શકો કે આ સમયે તમારૂ ભાગ્ય સારૂ રહેશે અને મુશ્કેલ કામ પણ સરળ બની જશે. આવકના નવા સાધન બનશે. વધુ કમાણી કરશો અને બચત કરવામાં પણ સફળ થશો. રોકાણથી સારૂ રિટર્ન મળી શકે છે. 


તુલા રાશિઃ કરિયર માટે આ સમય કોઈ વરદાન સમાન છે. જે ખાસ તકની પ્રતીક્ષા હતી, તે હવે મળશે. તમે જીતના પથ પર છો. તમે તમારા કાર્યક્ષેત્રમાં એક્સપર્ટની જેમ ઉભરશો. બેન્ક બેલેન્સ વધશે. આ સમય તમારા કરિયરમાં કોઈ મોટી સિદ્ધિ અપાવી શકે છે. 


મકર રાશિઃ જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ વધશે. કરિયરમાં ગ્રોથની ગતિ સારી રહેશે. આરામ પણ કરશો અને કામ પણ કરશો. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને નવી તક મળશે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. આવક પણ વધશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)