કન્યા રાશિમાં બુધના પ્રવેશથી બનશે બે રાજયોગ, આ જાતકોને જીવનમાં મળશે અપાર સફળતા
Rajyoga: 1 ઓક્ટોબરના દિવસે બુધ ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. કન્યા રાશિના બુધમાં પ્રવેશ કરવાથી બે રાજયોગોનું નિર્માણ થવાનું છે, જે કેટલાક જાતકોના ભાગ્યોદયનું કારણ બનશે.
Mercury Transit 2023: આ વર્ષે ઓક્ટોબરના મહિનામાં ઘણા ગ્રહોના ગોચરનો પ્રભાવ દરેક રાશિઓ પર જોવા મળશે. બુદ્ધિ અને વેપારના કારક ગ્રહ બુધ 1 ઓક્ટોબરના દિવસે પોતાની રાશિમાં પ્રવેશ કરશે. કન્યા રાશિમાં બુધના પ્રવેશથી બે રાજયોગોનું નિર્માણ થવાનું છે, જે કેટલાક જાતકોના ભાગ્યોદયનું કારણ બનશે. રાત્રે 8.39 પર 1 ઓક્ટોબરના દિવસે બુધ ગ્રહ સિંહ રાશિથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે.
બુધના પ્રવેશ કરવાથી ભદ્ર રાજયોગનું નિર્માણ થશે. તો સૂર્ય દેવ પહેલાથી જ કન્યા રાશિમાં બિરાજમાન હશે, જેના પરિણામ સ્વરૂપ બુધ અને સૂર્યની યુતિથિ બુધાદિત્ય રાજયોગનું નિર્માણ પણ થશે. પછી 7 ઓક્ટોબરના દિવસે બુધ સ્વાતિ નક્ષત્ર અને 31 ઓક્ટોબરે વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરવાના છે. તેથી આવો જાણીએ કન્યામાં બુધના પ્રવેશથી બનેલા બુધાદિત્ય રાજયોગ અને ભદ્ર રાજયોગ કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે કન્યા રાશિમાં બુધનો પ્રવેશ શુભ માનવામાં આવી રહ્યો છે. વેપારમાં રોકાણ માટે કોઈ મોટી ડીલ મળી શકે છે. નોકરી કરતા જાતકોને પોતાની પ્રતિભા જાહેર કરવાની તક મળશે. સ્વાસ્થ્યમાં પહેલાથી સુધાર જોવા મળશે. લવ લાઇફમાં રોમાન્સ બનાવી રાખવા માટે પોતાના પાર્ટનરને સમજવાનો પ્રયાસ કરો. બાળકોની સાથે સમય પસાર કરવો તમારા માટે સારો રહેશે.
આ પણ વાંચોઃ હળદરના આ 10 ઉપાય તમારા જીવનમાંથી દુ:ખ અને નકારાત્મકતા કરશે દુર, તુરંત કરે છે અસર
મિથુન રાશિ
બુધમાં બનેલા બુધાદિત્ય રાજયોગ અને ભદ્ર રાજયોગ મિથુન રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. કામ સાથે જોડાયેલી વિદેશ યાત્રા કરવી પડી શકે છે. લગ્ન જીવનમાં રોમાન્સ રહેશે. વેપારમાં મોટા ફેરફાર થઈ શકે છે, જેનાથી તમને આર્થિક લાભ થશે. તો વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શુભ માનવામાં આવી રહ્યો છે.
મકર રાશિ
મકર રાશિના લોકોને બુધ ગોચરથી ફાયદો મળશે. બે રાજયોગોના નિર્માણથી તમારી આવકમાં વધારો થશે. પરિવારમાં સુખ શાંતિ બનેલી રહેશે. પૂર્વમાં કરવામાં આવેલા રોકાણથી શુભ સમાચાર મળી શકે છે. તો કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત સંભવ છે.
(ડિસ્ક્લેમરઃ સામાન્ય જાણકારીના આધારે આ માહિતી આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube