1 વર્ષ બાદ બુધ ગ્રહ કરશે મંગળની રાશિમાં પ્રવેશ, આ જાતકો માટે શુભ સમય, કરિયર અને કારોબારમાં થશે પ્રગતિ
Budh Gochar in Aries: વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. બુધના ગોચરથી ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ થવાનો છે.
નવી દિલ્હીઃ વૈદિક પંચાગ અનુસાર હોળી બાદ બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. તમને જણાવી દઈએ કે બુધ આશરે એક વર્ષ બાદ મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહને જ્યોતિષમાં વાણી, કમ્યુનિકેશન, વેપાર, શેર બજાર અને અર્થવ્યવસ્થાનો કારક માનવામાં આવે છે. તેવામાં બુધ ગ્રહના ગોચર કરવાથી આ સેક્ટરોની સાથે રાશિઓ પર પ્રભાવ પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે, જેનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ લોકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ રાશિઓ કઈ છે.
ધન રાશિ
તમારા લોકો માટે બુધ ગ્રહનું ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિથી પંચમ ભાવ પર બની રહ્યું છે. તેથી આ સમયે તમને સંતાન સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર મળી શકે છે. સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી. એટલે મહેનત કરતા રહો. જો તમારો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છો તો તેમાં તમને સફળતા મળી શકે છે. સાથે તમારા સાહસ અને પરાક્રમમાં વધારો જોવા મળશે. નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે.
આ પણ વાંચોઃ શુક્ર ગોચરથી બનશે માલવ્ય રાજયોગ, મેષ કન્યા સહિત આ 5 રાશિઓને થશે બમ્પર કમાણી
મેષ રાશિ
બુધનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ ગોચર તમારી કુંડળીના લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યું છે. તેથી આ સમયમાં તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે તમારો આત્મવિશ્વાસ વધશે. લોકો વચ્ચે તમારો પ્રભાવ પણ વધશે. તમારા દ્વારા કરવામાં આવેલા નિર્ણયની પ્રશંસા થશે. તમારૂ માન-સન્માન વધશે. તમારા લગ્ન થઈ ગયા છે તો લગ્ન જીવન શાનદાર રહેશે.
મિથુન રાશિ
તમારા લોકો માટે બુધનું રાશિ પરિવર્તન આવક અને લાભની દ્રષ્ટિએ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી 11માં ભાવમાં ગોચર કરશે. તેથી આ સમયે તમારી આવકમાં વધારો થશે. સાથે કાર્ય વ્યવસાયમાં પ્રગતિ થશે અને તમારો આર્થિક પક્ષ મજબૂત થશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પરત મળવાની આશા છે. તો તમારા રોકાણથી લાભનો યોગ બની રહ્યો છે. સાથે જે લોકો શેર બજાર, સટ્ટા અને લોટરીમાં રોકાણ કરવા ઈચ્છે છે, તેના માટે લાભની તક બની રહી છે.
આ પણ વાંચોઃ Ketu ખોલશે આ જાતકોના ભાગ્યનો ખજાનો, 286 દિવસ સુધી આપશે વિશેષ લાભ
(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય અને સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લઈ શકો છો.)