Budh Gochar 2024: વૈદિક શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહને ગ્રહોના રાજકુમાર કહેવાય છે. બુધ ગ્રહ ધન, વ્યાપાર અને વાણીનો કારક ગ્રહ છે. જ્યારે પણ બુધ રાશિ પરિવર્તન કરે છે ત્યારે વ્યક્તિના જીવનની આ બાબતોને સૌથી વધુ અસર થાય છે. જે વ્યક્તિની કુંડળીમાં શુભ સ્થિતિમાં હોય તે વ્યક્તિને જીવનમાં ધન-સંપત્તિ પ્રાપ્ત થાય છે અને તે મોટો વેપારી બને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 જાન્યુઆરી 2024 ના રોજ બુધ ગ્રહ એ ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા 2 જાન્યુઆરી 2024 ના રોજ બુધ ગ્રહ માર્ગી થયો હતો. બુધ ગ્રહનું ધન રાશિમાં પરિવર્તન બધી જ રાશિના લોકોના જીવન પર અસર કરશે. પરંતુ ત્રણ રાશિના લોકોને આ સમય દરમ્યાન વિશેષ લાભ થવાના છે. તો ચાલો તમને જણાવીએ બુધ ગ્રહ કઈ કઈ રાશિના લોકો માટે લાભદાયી છે. 


આ પણ વાંચો: Shani Dosh: શનિ દોષના કારણે જીવનમાં સર્જાય છે ઊથલપાથલ ? તો આજે જ કરો આ ઉપાય


મિથુન રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહનું ગોચર મિથુન રાશિના લોકો માટે શુભ રહેશે. આ સમય દરમિયાન તેમને વિશેષ લાભ થશે. મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. મિથુન રાશિના લોકોને પાર્ટનરશીપમાં કામ કરવાથી વિશેષ લાભ થશે. નવી પ્રોપર્ટી કે વાહન ખરીદવાના પણ યોગ બનતા નજર આવે છે. ખાસ કરીને પરણિત લોકો માટે આ સમયે ખૂબ જ સારો રહેવાનો છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે જે લોકો અવિવાહિત છે તેમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. 


આ પણ વાંચો: Shukra Gochar 2024: શુક્ર ફળશે 3 રાશિઓને, 18 જાન્યુઆરી પછી આ લોકોનો બદલશે સમય


કન્યા રાશિ


કન્યા રાશિના લોકોને પણ બુધનું ગોચર વિશેષ લાભ કરશે. બુધ ગ્રહનું રાશિ પરિવર્તન પૈતૃક સંપત્તિથી લાભ કરાવશે. આ સમય દરમિયાન નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ બનતા દેખાય છે. આ સમયે લક્ઝરી વસ્તુઓ ખરીદવા પર ખર્ચ થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મેડિકલ, રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી સંબંધિત કામ કરતા લોકો માટે સમય અતિ શુભ. 


આ પણ વાંચો: Astro Tips: સંતાન સુખથી છો વંચિત? અજમાવો સંતાન પ્રાપ્તિના શાસ્ત્રોમાં જણાવેલા ઉપાયો


ધન રાશિ


ધન રાશિના લોકો માટે પણ બુધનું રાશિ પરિવર્તન શુભ ફળદાય રહેવાનું છે. આ રાશિના લોકોને આ સમય દરમિયાન અઢળક લાભ થશે. પર્સનાલિટીમાં નિખાર આવશે. સંપત્તિથી ફાયદો થશે. અધુરી ઈચ્છા પૂરી થશે. પાર્ટનરશીપથી ધન લાભના યોગ બનતા દેખાય છે. દરેક સપનું પૂરું થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)