Shani Dosh Upay: શનિ દોષના કારણે જીવનમાં સર્જાય છે ઊથલપાથલ ? તો આજે જ કરો આ ઉપાય

Shani Dosh Upay:  વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા પાપ કર્મનું ફળ સાડાસાતી દરમિયાન વ્યક્તિને મળે છે. જો વ્યક્તિએ ખરાબ કાર્ય કર્યા હોય તો સાડાસાતી દરમિયાન વ્યક્તિને અનેક કષ્ટનો સામનો કરવો પડે છે. 

Shani Dosh Upay: શનિ દોષના કારણે જીવનમાં સર્જાય છે ઊથલપાથલ ? તો આજે જ કરો આ ઉપાય

Shani Dosh Upay: શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે તો શનિદેવ પ્રસન્ન થાય છે. શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. માન્યતા છે કે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા પાપ કર્મનું ફળ સાડાસાતી દરમિયાન વ્યક્તિને મળે છે. જો વ્યક્તિએ ખરાબ કાર્ય કર્યા હોય તો સાડાસાતી દરમિયાન વ્યક્તિને અનેક કષ્ટનો સામનો કરવો પડે છે. 

શનિની સાડાસાતી દરમિયાન લોકોને આર્થિક સમસ્યાઓની સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ભોગવવી પડે છે. આ સિવાય સમાજમાં માન પ્રતિષ્ઠાની હાનિ પણ થાય છે. આ બધા જ કષ્ટ ફક્ત સાડાસાતીમાં જ ભોગવવા પડે છે તેવું નથી. જો કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય તો પણ વ્યક્તિને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે તમને આ પ્રકારના શનિદોષને દૂર કરવાના ઉપાયો વિશે જણાવીએ. 

શનિદોષ દૂર કરતા છ ચમત્કારી ઉપાય

1. જો કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય અને જીવનમાં સમસ્યાઓ આવી રહી હોય તો શનિવારના દિવસે લાલ દોરાનો આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિની ઈચ્છા પણ પૂરી થાય છે અને શનિ સંબંધિત કષ્ટ દૂર થાય છે. આ ઉપાય કરવા માટે શનિવારે પોતાની લંબાઈ અનુસાર નાડાછડી લો અને એક આંબાનું પાન લો. હવે આ દોરાને આંબાના પાન પર બાંધી દો. તેને હાથમાં રાખીને પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરો અને તેને પાણીમાં વહાવી દો. 

2. શનિની સાડાસાતીના કારણે જીવનમાં સમસ્યાઓ આવી રહી હોય તો શનિવારના દિવસે પીપળાના ઝાડમાં જળ અર્પણ કરી સરસવના તેલનો દીવો કરો. સાથે જ પીપળાને પ્રણામ કરી સાત પરિક્રમા કરો. 

3. શનિની સાડાસતીની ખરાબ અસરોને દૂર કરવા માટે અને નોકરી સંબંધિત તેમજ પૈસા સંબંધિત સમસ્યા દૂર કરવા માટે શનિવારે મીઠા વિનાનું ભોજન કરો. આમ કરવાથી જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થવા લાગશે. 

4. શનિના દુષ્પ્રભાવથી બચવા માટે શનિવારે કાળા રંગના પક્ષી ખરીદો અને પછી તેને પોતાના હાથે પાંજરામાંથી મુક્ત કરી દો. આમ કરવાથી જીવનમાં આવેલી સમસ્યાઓથી તમે પણ મુક્ત થઈ જશો.

5. શનિદોષના કારણે જો તમારા લગ્નમાં બાધા આવી રહી હોય તો શુક્લપક્ષના પહેલા શનિવારે 250 ગ્રામ રાઈ ખરીદી તેને કાળા કપડામાં બાંધીને પીપળા નીચે રાખી દો. 

6. શનિદોષના કારણે જો આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હોય તો શનિવારે ઘઉંમાં કાળા ચણા મિક્સ કરીને તેનો લોટ કરાવી લો. શનિવારના દિવસે 10 બદામ લઈને હનુમાન મંદિરમાં જાઓ. ત્યાર પછી હનુમાનજીની પૂજા કરી ઘરે આવો ત્યારે પાંચ બદામ સાથે લઈ આવો. હવે આ બધાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news