Dhanlabh Upay: આ છે અટકેલું ધન પ્રાપ્ત કરવાના અને કરજથી મુક્ત થવાના ચમત્કારી ઉપાય
Dhanlabh ke Upay: આજે તમને કેટલાક એવા સામાન્ય ઉપાય વિશે જણાવીએ જેને કરીને તમે તમારી આર્થિક સ્થિતિના સુધારી શકો છો. જીવનની આર્થિક સમસ્યાઓથી નિરાશ રહેવાની જરૂર નથી. જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા ઉપાય તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે અને અઢળક ધન લાભ કરાવશે.
Dhanlabh ke Upay: શું તમે પણ આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છો ? કે પછી તમારા રૂપિયા પણ અટકેલા છે અને તમને મળતા નથી ? કે પછી તમે કરજના કારણે ચિંતિત રહો છો ? આ બધા જ પ્રશ્નોનું સમાધાન આજે તમને જણાવીએ. આજે તમને કેટલાક એવા સામાન્ય ઉપાય વિશે જણાવીએ જેને કરીને તમે તમારી આર્થિક સ્થિતિના સુધારી શકો છો. જીવનની આર્થિક સમસ્યાઓથી નિરાશ રહેવાની જરૂર નથી. જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા ઉપાય તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે અને અઢળક ધન લાભ કરાવશે. તો ચાલો તમને જણાવી દઈએ આર્થિક તંગી છે મુક્ત થવાનો ચમત્કારી ઉપાય કયો છે.
આ પણ વાંચો: મંગળ-રાહુની યુતિથી સર્જાશે મહાભયંકર અંગારક યોગ, 31 મે સુધી સંભાળીને રહે આ 3 રાશિઓ
21 શુક્રવારનો ઉપાય
જો તમારા ઘરમાં પણ આર્થિક સમસ્યાઓ રહેતી હોય અને તમે આ સમસ્યાઓને દૂર કરવા માંગતા હોય તો 21 શુક્રવારનો આ ઉપાય કરો. તેના માટે શુક્રવારના દિવસે ખીર બનાવો અને માતા લક્ષ્મીને તેનો ભોગ ધરાવવો. આ ખીરનો પ્રસાદ પાંચ નાની કન્યાઓને આપો. ધ્યાનમાં એ વાત રાખવી કે ખીર બનાવતી વખતે તેમાં ખાંડ નહીં પરંતુ મિસરીનો ઉપયોગ કરો. સાથે જ આ ઉપાય તમે શા માટે કરો છો તે કોઈને જણાવવું નહીં. આ ઉપાય 21 શુક્રવાર સુધી કોઈપણ પ્રકારની બાધા વિના કરી લીધો તો સમજી લેશો તમારી આર્થિક સ્થિતિમાં ચોક્કસથી સુધારો થશે.
આ પણ વાંચો: સ્વયંવરમાં શ્રીરામના હાથે તુટેલા ધનુષનો ટુકડો આજે પણ પુજાય છે આ જગ્યાએ
કરજમુક્તિ માટેનો ઉપાય
જો તમે કરજથી મુક્તિ મેળવવા માંગો છો તો તેના માટે શુક્લ પક્ષના પહેલા ગુરુવારે સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યની વસ્તુઓ દાન કરી શકો છો. આ વસ્તુઓમાં હાથની બંગડી, ચાંદલાનું પેકેટ, નેલ પોલીસ, સિંદૂર, લાલ રીબીન જેવી વસ્તુઓનો સમાવેશ કરવો. તેનાથી કરજ ઉતરવા લાગે છે.
અટકેલું ધન પ્રાપ્ત કરવાનો ઉપાય
જો તમારું ધન ક્યાય અટકેલું છે અથવા તો કોઈ વ્યક્તિ પાસે છે અને તે પરત કરી રહ્યા નથી તો તમે આ ઉપાય કરી શકો છો તેનાથી તમારું અટકેલું ધન પરત મળશે. તેના માટે રોજ સવારે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાનદી કર્મ કરી નિવૃત્ત થઈ જવું. ત્યાર પછી ઉગતા સૂર્યને જળ અર્પણ કરો. પરંતુ આ જળમાં લાલ મરચા ના 11 બી ઉમેરી દેવા. સાથે જ ઓમ આદિત્યાય નમઃ મંત્રનો જાપ કરો અને અટકેલું ધન પરત મળે તેવી પ્રાર્થના કરો.
આ પણ વાંચો: Ram Mandir:રામ યંત્ર પર સ્થાપિત થશે રામલ્લાની મૂર્તિ, જાણો રામ યંત્રનું શું છે મહત્વ
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)