Miraculous Shani Mandir: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં એક શનિધામ આવેલું છે. આ મંદિર વિશે માન્યતા છે કે જે પણ ભક્ત અહીં ભગવાન શનિદેવના દર્શન કરવા આવે છે તે તેમની કૃપા પ્રાપ્ત કરે છે. અહીં આવનાર વ્યક્તિની કુંડળીના શનિદોષ, સાડાસાતી કે પનોતીના પ્રભાવ પણ દૂર થઈ જાય છે. શનિ સંબંધિત કોઈપણ કષ્ટ હોય તો શનિધામમાં શનિદેવના દર્શન કરવા માત્રથી દૂર થઈ જાય છે. ખાસ કરીને જે લોકો પર વક્રી શનિની નકારાત્મક અસર વધારે હોય તેઓ અહીં આવીને શની ગ્રહ શાંતિ માટે પૂજા કરતા હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ 4 રાશિના લોકોએ ભુલથી પણ કાચબાની વીંટી પહેરવાની ન કરવી ભુલ, નીકળી જશે ધનોતપનોત


ભગવાન શનિનું આ પ્રાચીન મંદિર વર્ષોથી લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. નદી કિનારે આવેલું આ મંદિર કુશફરાના જંગલોમાં આવેલું છે. આ જગ્યાને ચમત્કારોની જગ્યા પણ કહેવાય છે. માન્યતા છે કે આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની સાથે જ વ્યક્તિ શની કૃપાને પ્રાપ્ત બની જાય છે. 


આ પણ વાંચો: Budhwar Ke Upay: બુધવારની રાત્રે કરો આ કામ, ગણેશજીના આશીર્વાદથી સર્જાશે ધનલાભના યોગ


અવધ ક્ષેત્રનું આ એકમાત્ર પૌરાણિક શનિધામ છે. અહીં પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં આવેલી શનિ સંબંધિત બાધા દૂર થઈ જાય છે. આ મંદિરે અમાસના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે કારણ કે અમાસના દર્શનનું વિશેષ મહત્વ છે. શનીધામમાં દર શનિવારે ભગવાન શનિને 56 પ્રકારના વ્યંજનનો ભોગ ધરવામાં આવે છે. શનિધામ એક શ્રીયંત્ર જેવું છે. શનિધામની સંરચના વિશાલ શ્રી યંત્ર જેવી છે જેના કારણે આ સ્થાનનું મહત્વ વધી જાય છે. 


આ પણ વાંચો: 16 જુલાઈથી 30 દિવસ સુધી સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિનું ભાગ્ય, દરેક કામ થશે સફળ


માન્યતા છે કે શનિ મંદિરમાં સ્થાપિત ભગવાન શનિની મૂર્તિ પણ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. જંગલની એક ટેકરી પર આ મૂર્તિ મળી હતી. ત્યાંથી આ મૂર્તિને આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. શનિધામમાં મંદિર સવારે 6 વાગ્યે ખુલી જાય છે અને બપોરે 3:30 એ બંધ કરી દેવામાં આવે છે. ત્યાર પછી સાંજે 5 વાગ્યે મંદિર સંધ્યા આરતી માટે ખુલે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)