ચેતન પટેલ, જ્યોતિષી: શરીર ના વિશેષ અંગો પર તલ કેવું ફળ આપે  આ અંગે જ્યોતિષ શાસ્ત્ર માં વિશેષ રૂપે જણાવેલું છે જે વિશે માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે  તલ બે પ્રકારના હોય છે કાળા અને રાતા એટલે કે લાલ કાળા તલ વ્યક્તિ પર વિશેષ રૂપે શનિને પ્રભાવને કારણે હોય છે અને રાતા એટલે કે લાલ તન મંગળના વિશેષ પ્રભાવને કારણે હોય છે શરીરના કોઈપણ ભાગ પર તલ હોય તેની શુભ કે અશુભ અસર શરીર ના જે તે જગ્યા અનુસાર  થતી હોય છે  માટે જ આપણે સૌ કોઈ ને જોઈએ કે શરીર પર તલ જોઈએ ત્યારે કહીએ છીએ કે આ વ્યક્તિને અહીં તલ છે અને બહુ લાભ થતો હશે અને તેવું લોકોના જીવનમાં બનતું પણ હોય છે ચાલો જાણીએ આ તલ કેવા પ્રકારની અસરો કરે છે અને શું ફળ આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિનો  કાળો તલ મનુષ્યને કુનેહ હોશિયારી ચાલાકી દીર્ઘદ્રષ્ટિ જેવા ગુણો આપે છે મુખ્યત્વે કલા તલનું ફળ ઉંમરના 37 વર્ષની પહેલા મળી જાય છે. મંગળનો લાલ તલ  મનુષ્યને બળવાન  શક્તિ શાળી નિયમિતતા અને સાહસ આપી મજબૂત અને નીતિ થી ચાલનાર બનાવે છે લાલ તનુ ફળ ઉંમરના 28 વર્ષ પહેલા મળી જાય છે.


 શરીરના અંગો અનુસાર કાળા કે લાલ તલ નું શુભ અશુભ ફળ જાણો ક્યારે અને કેવો  મળશે લાભ જાણો 


 શાસ્ત્ર માં તલ અંગે પણ  પુરુષ માટે  જમણા અંગ ને  અને સ્ત્રીને ડાબા અંગે હોય તેને વધુ લાભદાયી ગણ્યા છે 

આ પણ વાંચો: Life Line: હાથની જીવન રેખામાં આ 4 ચિન્હો જાણશો તો જીવ બચી શકે
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?
આ પણ વાંચો: Chanakya Niti: ભૂલથી પણ પત્નીને કહેશોની આ 4 વાતો, ચાણક્ય નીતિમાં છે વર્ણન


મસ્તક કે કપાળ પર તલ -
જમીન મકાનથી લાભ, સારૂં ઘર મળે. માતૃસુખ અને મકાન પ્રાપ્તિ લાભદાયી નસીબદાર વ્યક્તિ ગણાય


ખભાપર તલ  -
સારા ભાઈ ભાંડુ અને સાહસ સુચક ગણાય પોતાના પરાક્રમે જીવનમાં સફળતા મેળવે ખૂબ પ્રગતિ કરે વિચરશીલ સત્તાપ્રિય સાણી સમજદાર વ્યક્તિ હોવ.


ભ્રમર ઉપર તલ  -
ઉત્તમ સૌભાગ્યબ ની  નિશાની છે અને જો પુરુષ હોય તો ઉત્તમ જીવનસાથી મળે લગ્ન જીવન સુખી રહે અને સમૃદ્ધ રહે.

આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો:
 ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો

આ પણ વાંચો:  અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી


નેત્ર પર કે નેત્રની અંદર તલ :
આકસ્મિક ધનલાભકારક છે સુખી સમૃદ્ધ બનાય અથવા સુખી સમૃદ્ધ જીવન વ્યતીત થાય મિત્રોનો લાભ રહે.


 હાથ પર તલ -
આર્થિક લાભ, નોકરી ધંધા વ્યવસાયની સુંદર આવડત હોય. ધનલાભ ઉજવળ કાર્ય રહે નસીબદાર કહેવાય કલાકાર બની શકાય, હાથ પર લીધેલા કાર્યો પાર પડે


હૃદય છાતી ના ભાગ પર તલ -
ધામિર્કતા અને ઇશ્વરીય આશિવાદ મળે. સુખી સંપન્ન ઘરમાં જન્મ થયો હોય એકંદરે સુખી સંતાન સુખ સારું

આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી

કમર પર તલ  -
મોજીલો આનંદી સ્વભાવ આનંદ મળે સારા મિત્ર જેવો જીવનસાથી મળે નોકરી વ્યવસાયમાં પ્રગતિ 

નાભી -
સ્ત્રીને નાની મોટી પીડા  પુરુષને નોકરીમાં અસંતોષ  અહીં તલ નાની મોટી સમસ્યા શારીરિક તકલીફ અને થોડી ઘણી આર્થિક તકલીફ પણ આપે છે જીવનમાં સંઘર્ષ ખૂબ કરાવે


પગના તળીયામાં તલ:
સારુ પદ યશ માન પ્રતિષ્ઠા મળે નસીબદાર વ્યક્તિ હોય તેના હાથે ઉજવળ કાર્ય થયા કરે જીવનમાં સારી તક મળે સુખી જીવન વ્યતીત થાય.


હોઠ પર તલ  -
મધુરવાણીથી પ્રિય વસ્તુ લાભ થાય સુંદર કલાકાર બની શકે ઉત્તમ વાણી થી કોઈને પણ સમજાવી શકે  ભરોસાપાત્ર વ્યક્તિ હોય ધન સુખ પણ મળતું રહે કાર્ય પણ સફળ થાય.


દાઢી પર તલ :
નસીબદાર ગણાય સ્વભાવે થોડા ઉગ્ર અને ચોખ્ખું કહેનારા હોય, જીવનમાં આર્થિક લાભ મળે નાના મોટા ક્લેશ જીવનમાં રહ્યા કરે.


ગાળા પર તલ -
અણધારી તક અને સફળતા મળે  ઊંડા પાણીથી ડરવાનો ભય  લાગે  જીવનમાં ઘણા મિત્રો હોય પોતાના કુટુંબનો પણ સાથ મળે સારું ધનસુખ મળે.


પીઠ પર તલ :
નુકશાની અને પરાજય મળી શકે.અણધાર્યા શત્રુનો ભય રહે. યોગ્ય રીતે કાર્ય કરી હોવા છતાં નિષ્ફળતા મળ્યા કરે  ઘણીવાર ખર્ચ વધારે અને આવક ઓછી થાય


મુખ પર તલ  -
મિત્ર લાભ થાય સારી યસ પ્રતિષ્ઠા મળે સુંદર કાર્ય કરવા વાળા હોય ખોટા કાર્યથી દૂર રહેનાર વેપાર ધંધા નોકરીમાં સફળ રહે સારું ધનલા પણ થઈ શકે.


પેટ પર તલ :
સુંદર વસ્ત્રનો શોખ હોય આર્થિક સ્થિતિ સારી હોય. પ્રેમ ભર્યું મધુર જીવન હોય  સારો પ્રેમાળ સ્વભાવ હોય સંતાન સુખ સારું રહે નવા વસ્ત્રો આભૂષણો જીવનમાં મળ્યા કરે.

જાંગ (સાથળ) પર તલ:  
ભાગ્યશાળી વ્યક્તિની નિશાની છે જીવનમાં ખૂબ મોટી તકો મળે નોકરી ધંધા વ્યવસાયમાં સફળતા મળે વિદેશ જવાનો પણ લાભ મળે વિદેશમાં સેટ પણ થઈ શકે સુંદર દાંપત્ય જીવન રહે.


નાક પર તલ -
સ્વતંત્ર વક્તા સ્વતંત્ર વિચાર વાળા હોવ  લાંબી કારકિર્દી ધરાવનાર સ્વચ્છ અને સુંદર પ્રતિભા ધરાવનાર હોવ સારા જીવનસાથી મળે નોકરી વ્યવસાયથી ધન લાભ થાય જીવનમાં સુખ સારું રહે પરિવારનો પ્રેમ મળે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube