Shopping Market: અહીં સસ્તામાં મળી જશે બોલીવુડ જેવા ફેશનેબલ કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી

Best Shopping Market: અહીં શોપિંગ દરમિયાન તમે આ શહેરના રંગ અને ફેશનને અનુભવી શકો છો. આ શહેરમાં સૌથી શાનદાર સ્થળો છે, જે શહેરની શોપિંગ સ્ટ્રીટ તરીકે પ્રખ્યાત છે. તો ચલો આજે આપણે જઈએ અમદાવાદના 5 શોપિંગ માર્કેટની સફરે.. 

Shopping Market: અહીં સસ્તામાં મળી જશે બોલીવુડ જેવા ફેશનેબલ કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી

ધરા શાહ, અમદાવાદ: અમદાવાદ આ શહેરમાં પ્રભાવશાળી વારસો અને સંસ્કૃતિને કારણે ખરીદીના વિકલ્પ વધુ મળી રહે છે. અહીં શોપિંગ દરમિયાન તમે આ શહેરના રંગ અને ફેશનને અનુભવી શકો છો. આ શહેરમાં સૌથી શાનદાર સ્થળો છે, જે શહેરની શોપિંગ સ્ટ્રીટ તરીકે પ્રખ્યાત છે. તો ચલો આજે આપણે જઈએ અમદાવાદના 5 શોપિંગ માર્કેટની સફરે

રતનપોળ
રતનપોળ માર્કેટ આજે પણ તેની પ્રસિધ્ધિ  અકબંધ રાખીને બેઠું છે.અમદાવાદમાં ગમે તેટલા મોલ બની જાય તેમ છતા લગ્ન માટે તો માત્ર રતનપોળમાંથી જ ખરીદી કરવામાં આવે  છે. હા માત્ર અમદાવાદ જ નહી ગુજરાતના ખુણે ખુણેથી લોકો અહી જ ખરીદી કરવા આવે છે . આ માર્કેટ ખાસ કરીને સાડીઓ તેમજ લગ્ન પ્રસંગની વસ્તુઓ માટે જાણીતું છે. જો આપના ઘરે આવી રહ્યો છે કોઈ પ્રસંગ તો આ માર્કેટમાં જવાનું કહેતા નહી...

લાલ દરવાજા માર્કેટ 
લાલ દરવાજાનું શોપિંગ માર્કેટ અમદાવાદની સૌથી જાણીતી શોપિંગ સ્ટ્રીટ છે. અહીં કપડાં, ઈલેક્ટ્રોનિક આઈટમ્સ અને સ્ટ્રીટ ફૂડની ખરીદી કરી શકાય છે. આ માર્કેટ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલું છે, જે સવારે 11 વાગ્યાથી રાતના 10 સુધી ખુલ્લુ રહે છે. આ માર્કેટમાં દિવસભર ભીડ રહે છે. અહીં ચણિયા ચોળી, ઘાઘરા, સાડી, જૂતા, જૂના પુસ્તકોથી લઈને બાળકોના કપડા અને ખાવાપીવાની ચીજવસ્તુઓ પણ મળી રહે છે.

ઢાલગર વાડ 
ઢાલગર વાડમાં જાતભાતની જ્વેલરી, ફેબ્રિક આઈટમ્સ, અને સાડીઓ મળી રહે છે. આ માર્કેટનું એડ્રેસ છે ઢાલગરવાડ, ખાડિયા, અમદાવાદ, ઢાલગરવાડમાં પણ સવારે 11થી લઈ રાતે 10 સુધી ગમે ત્યારે ખરીદી કરી શકાય છે. અહીંનું માર્કેટ જૂના ઘરેણાં, બાંધણી અને સિલ્કના પટોળા સહિત સાડીઓ માટે લોકપ્રિય છે. આ માર્કેટમાં મંગલગિરી, દક્ષિણ કપાસ, અને જયપુરી પ્રિંન્ટ, સહિતની વેરાયટી મળી રહે છે. જો તમે ચણિયા ચોળી, એથનિક ઈન્ડિયન સાડી, ઝભ્ભા જેવા પારંપરિક કપડા ખરીદવા ઈચ્છતા હો, તો અહીં બધું જ મળી રહે છે. અહીં પટોળા અને તંચોલી સાડીઓની પણ સારી રેન્જ મળી રહે છે.

રાણીનો હજીરો
આપણે હમણા જ વાત કરીને ઢાલગરવાડ માર્કેટની બસ ત્યાંથી થોડે દુર આ માર્કેટ આવેલી છે આ સ્ટ્રીટ માર્કેટ મહિલાઓના કપડા અને ગરબાના ટ્રેડિશનલ વૅર માટે જાણીતું છે. આ ઉપરાંત ક્યાય તમને જોવા ન મળે એવા ગામઠી પ્રિંટ વાળા કોટનના કાપડ પણ તમને અહી મળી જશે અને એ પણ એકદમ સસ્તા ભાવમાં ....

માણેક ચોક માર્કેટ 
માણેક ચોક જૂના અમદાવાદનું લોકપ્રિય બજાર છે. આ માર્કેટ ઐતિહાસિક બાંધણીથી ઘેરાયેલું છે. માણેકચોકમાં સવારના સમયે શાક માર્કેટ ભરાય છે, બપોરે સોની બજાર અને રાત્રે શોપિંગ માર્કેટ બની જાય છે. આ લોકપ્રિય માર્કેટનું નામ સંત માણેકનાથના નામ પરથી પડ્યું છે. અહીંનું સોની બજાર 3 મિલિયન રૂપિયાના વાર્ષિક વેપાર સાથે દેશનું બીજુ સૌથી મોટુ માર્કેટ છે. માણેક ચોક સૌથી વધુ જાણીતું સ્ટ્રીટ શોપિંગ માર્કેટ છે. તમે અહીં ભદ્રના કિલ્લા તરફના રસ્તેથી પહોંચી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news