થોડા દિવસ પછી નવા વર્ષની શરૂઆત થશે. દરેક વ્યક્તિ ઈચ્છે કે જીવન સુખમય રહે અને આર્થિક સ્થિતિ મજબૂત બને. માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા થાય તેના જીવનમાં તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ ગણતરી મુજબ કેટલીક રાશિવાળા પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. આ રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગી જશે. નવા વર્ષમાં કઈ રાશિ પર માતા લક્ષ્મીની કૃપા વરસશે તે ખાસ જાણો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિવાળા માટે નવું વર્ષ શુભ રહેવાનું છે. કારોબારમાં વિસ્તારની યોજના સફળ થશે. ભાઈઓનો સહયોગ મળશે પરંતુ પરિશ્રમ કરવો પડશે. ઘર પરિવારમાં માંગલિક કાર્યો થશે. વસ્ત્રો વગેરેના ઉપહાર મળી શકે છે. નોકરીમાં પરિવર્તન સાથે બજા સ્થળે પણ જવું પડી શકે છે. આયાત-નિકાસ કારોબારમાં લાભની તક મળશે. માતાનું સાનિધ્ય મળશે. વાહન સુખમાં વધારો થઈ શકે છે. નોકરીમાં ઓફિસરોનો સહયોગ મળશે. 


મિથુન રાશિ
વર્ષ 2024 મિથુન રાશિ માટે લાભકારી રહેશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. ઘર પરિવારની સુખ સુવિધાઓનો વિસ્તાર થશે. જીવનસાથી સાથે સમય પસાર કરશો. કાર્યક્ષેત્રમાં પરિવર્તન સંભવ છે. માતાના સાનિધ્યનો સહયોગ મળશે. લાભમાં વધારો થવાની શક્યતા છે. નોકરીમાં ઓફિસરોનો સહયોગ મળશે. આ સમય તમારા માટે કોઈ વરદાનથી જરાય કમ નથી. 


કન્યા રાશિ
કન્યા રાશિવાળા માટે 2024માં ખુબ ધનલાભ થશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, અધ્યયનમાં રસ રહેશે. નવું મકાન કે વાહન ખરીદવાના યોગ છે. દાંપત્ય જીવન સુખમય રહેશે. નોકરીમાં પરિવર્તનની શક્યતા છે, કોઈ બીજા સ્થળે જવું પડી શકે છે. કૌટુંબિક જીવન સુખમય રહેશે. ધનલાભ થવાની શક્યતા છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ વરદાનથી કમ નથી. 


ધનુ રાશિ
નવા વર્ષમાં માતા લક્ષ્મીની કૃપાથી ખુબ ધનલાભ થશે. પરિવારનો સહયોગ મળશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુસાફરી થઈ શકે છે. કોઈ જૂના મિત્રના સહયોગથી રોજગારની તકો મળી શકે છે. કાર્યક્ષેત્રમાં વૃદ્ધિની શક્યતા છે. વસ્ત્રો વગેરે ભેટ તરીકે મળી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube