મેષ: ગણેશજી કહે છે, આર્થિક મામલે આ મહિનો અનુકૂળતા લઈને આવશે અને ધન વૃદ્ધિના શુભ યોગ બનશે. તમે કોઈ શાંત સ્થળે ફરવાનું મન બનાવશો. કાર્યક્ષેત્રે કોઈ વડીલ વ્યક્તિ સાથે મતભેદો થઈ શકે છે, જેના કારણે પ્રોજેક્ટ પૂરો થવામાં વિલંબ થશે. પ્રેમ સંબંધમાં અહંકાર ન ટકરાય તેનું ધ્યાન રાખવું.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ: ગણેશજી કહે છે, જાન્યુઆરી મહિનામાં સ્વાસ્થ્ય સારું રહેશે અને તંદુરસ્તીમાં વધારો થશે. આર્થિક મામલે ખર્ચ વધારે રહી શકે છે. કાર્યક્ષેત્રે ભાવનાત્મક કારણોસર કષ્ટ પેદા થઈ શકે છે. પ્રેમ સંબંધમાં એક નવી શરૂઆત જીવનમાં ખુશીઓનો સંચાર કરશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે અને મન પ્રફુલ્લિત રહેશે.


મિથુન: ગણેશજી કહે છે, આ મહિનામાં ખર્ચ વધારે રહેવાનો છે, ખાસ કરીને કોઈ મહિલા પાછળ ખર્ચ થઈ શકે છે. પ્રેમ સંબંધમાં સુખદ અનુભવ થશે. સ્વાસ્થ્યમાં ખાસ્સો સુધારો જોવા મળશે. વેપારિક યાત્રા શુભ ફળ આપશે. મહિનાના અંતે એક નવી શરૂઆત અથવા જીવનમાં નવો પ્રયોગ સુખ-સમૃદ્ધિના માર્ગ ખોલશે. 


કર્ક: ગણેશજી કહે છે, પરિવારમાં સુખ-સમૃદ્ધિના વિશેષ સંયોગ આ મહિનામાં બની રહ્યા છે. આ મહિને વેપારિક યાત્રા શુભ પરિણામ આપી શકે છે. કોઈ વિશેષ સ્થળે ફરવા જવાની ઈચ્છા જાગૃત થઈ શકે છે. પ્રેમ સંબંધમાં સુખદ અનુભવ રહેશે. કાર્યક્ષેત્રે આ મહિને થોડું બંધન અનુભવી શકો છો.  


સિંહ: ગણેશજી કહે છે, આ મહિને ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે. રોકાણ દ્વારા પણ સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થતી દેખાઈ રહી છે. પ્રેમ સંબંધમાં પાર્ટનર તરફ વધુ ધ્યાન આપશો તો પરસ્પર પ્રેમ મજબૂત થશે. પરિવારમાં ઉતાર-ચડાવ આવશે જેના કારણે કષ્ટ પેદા થઈ શકે છે.  


કન્યા: ગણેશજી કહે છે, આર્થિક મામલે આ મહિને પ્રગતિ થશે અને કોઈ પિતૃતુલ્ય વ્યક્તિ આગળ વધવામાં મદદ કરશે. કાર્યક્ષેત્રે વાતચીત દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશો. વારંવાર યાત્રાને કારણે સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી શકે છે. પરિવારમાં પરસ્પર તણાવ વધી શકે છે અથવા કોઈ પ્રોપર્ટીના કારણે મન દુઃખ થઈ શકે છે. 


તુલા: ગણેશજી કહે છે, પ્રેમ સંબંધ રોમાન્ટિક રહેશે અને મન પ્રફુલ્લિત રહેશે. કાર્યક્ષેત્રે ધીમે-ધીમે અવસર મળતા જશે અને સફળતા પ્રાપ્ત થશે. ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય ધીરે-ધીરે સુધરશે. પરિવારમાં કોઈ યુવાન વ્યક્તિના કારણે તણાવ વધી શકે છે. મહિનાના છેલ્લા દિવસોમાં સ્થિતિ સુધરશે અને મન પ્રસન્ન રહેશે. 


વૃશ્ચિક: ગણેશજી કહે છે, આ મહિને નવા પ્રોજેક્ટ તરફ મન આકર્ષાશે. આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે અને રચનાત્મક કાર્યો દ્વારા ધન વૃદ્ધિ થશે. તમે જેટલા સંયમ સાથે લવ લાઈફ પર ધ્યાન આપશો તેટલો વધુ સુખી રહેશો. પરિવારમાં એક નવી શરૂઆત મન પ્રફુલ્લિત કરશે. મહિનાના અંતે કોઈ વાતે મન અશાંત રહી શકે છે. 


ધનુ: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને તમારી વ્યસ્તતા વધશે. આર્થિક દ્રષ્ટિકોણથી સમય સાનુકૂળ છે. પરિવારમાં જશ્નનો માહોલ રહેશે. વેપારિક યાત્રા આ મહિને ટાળી દેવાની સલાહ છે. પ્રેમ સંબંધમાં વ્યાકુળતા વધી શકે છે, પરિસ્થિતિ કાબૂ બહાર જતી લાગશે. સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપશો તો તંદુરસ્તી જળવાઈ રહેશે. 


નવા વર્ષે આ 3 રાશિના જાતકો બનશે કરોડપતિ! શનિ અને સૂર્ય દેવ વરસાવશે કૃપા


ભારતનું એકમાત્ર એવું મંદિર, જ્યાં પ્રસાદમાં અપાય છે માટી, પણ હોય છે એક શરત


ગળામાં આવા લોકેટ પહેરતા હોવ તો થઇ જજો સાવધાન, નહીતર પસ્તાશો


મકર: ગણેશજી કહે છે, આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ બનતા દેખાઈ રહ્યા છે. રોકાણ દ્વારા સફળતા મળશે. વેપારિક યાત્રા દ્વારા પણ વિશેષ સફળતા પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધ મામલે બેચેની વધી શકે છે. સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાની જરૂર છે. મહિનાના અંતે સંયમ સાથે આગળ વધશો તો સુખી રહેશો. 


કુંભ: ગણેશજી કહે છે, પરિવારમાં ખુશીઓનું આગમન થશે. વેપારિક ક્ષેત્રે તમારા મનની વાત સાંભળીને નિર્ણય કરશો તો યોગ્ય રહેશે. સ્વાસ્થ્ય તરફ આ મહિને ધ્યાન આપવાની જરૂર છે. કોઈ સ્થળે જવાથી સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આ મહિને વેપારિક યાત્રા દ્વારા સુખદ અનુભવ પ્રાપ્ત થઈ શકે છે.  


મીન: ગણેશજી કહે છે, આર્થિક મામલે આ મહિને રોકાણ દ્વારા સારા પરિણામ મેળવી શકો છો. પ્રેમ સંબંધમાં વિના કારણે વાદ-વિવાદમાં પડવાથી બચવું. સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાની જરૂર છે. પરિવારમાં સુખ-સમૃદ્ધિની સ્થિતિ આવશે પરંતુ તમારી અપેક્ષા કરતાં ઓછી. આ મહિને યાત્રા ટાળી દેવાની સલાહ છે.