કોરોનાની ગાઈડલાઈન સાથે કચ્છમાં થશે મોરારીબાપુ દ્વારા કથાગાન
કૃષ્ણભક્તિનાં પ્રતીક સમુ આ સ્થાન એક દ્રષ્ટિએ `પ્રેમ-મંદિર` છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધિકાજીની મૂર્તિ છે. જે વિશ્વમાં દેહભાવથી પર, આત્મપ્રેમ, `સબંધ મુક્ત સબંધ` - (Relation without relationship)નું પ્રેરણાદાયી પ્રતીક છે.
પૂજ્ય બાપુની ૮૫૫ મી માનસ કથા ૧૩ ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન રાપર-કચ્છનાં છેવાડાનાં 'વ્રજવાણી' સ્થાન પર આયોજિત થઇ છે. કોરોનાનો કહેર ઘટ્યો છે પણ નાબુદ નથી થયો. તેથી સરકારની ગાઈડલાઈન મુજબ નીતિ-નિયમોનાં પરિ પાલન સાથે મર્યાદિત શ્રોતાઓ સમક્ષ કથા ગવાશે. યાદવ કુળના વંશજ ગણાતા આહીર પરિવારોની આસ્થાનું આ સ્થાન છે, જ્યાં રાધાકૃષ્ણનું મંદિર છે. મંદિરની વિશેષતા એ છે કે અહીં ૧૪૦ સતીમાતાઓની મૂર્તિઓ ગોળાકારે ગોઠવાયેલી છે જેમણે અહીં પ્રાણની આહુતિ આપી છે.
કૃષ્ણભક્તિનાં પ્રતીક સમુ આ સ્થાન એક દ્રષ્ટિએ 'પ્રેમ-મંદિર' છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધિકાજીની મૂર્તિ છે. જે વિશ્વમાં દેહભાવથી પર, આત્મપ્રેમ, 'સબંધ મુક્ત સબંધ' - (Relation without relationship)નું પ્રેરણાદાયી પ્રતીક છે.
કૃષ્ણ પ્રેમમાં ગળાડૂબ થઇ, વૃંદાવનની રાસલીલાને અહીં તાદ્રશ કરનાર આહિરાણીઓનાં કૃષ્ણપ્રેમનું અદ્ભુત ઉદાહરણ છે. કેવી અનન્ય ભક્તિ હશે, કેવો તદ્રુપ ગોપીભાવ હશે કે જેથી એમના દેહને કલાકો સુધી સતત કૃષ્ણ સાથે રાસ રમવાની શક્તિ પ્રાપ્ત થઇ! પણ અચાનક રાસનો તાલ તૂટ્યો અને કૃષ્ણ પ્રેમમાં તરબોળ માનુનીઓ, અગ્નિસ્નાનથી પોતાનું નારીત્વ જલાવી દઇ, સતીત્વ પ્રાપ્ત કર્યું! ઢોલીનો પોતાના વાજિંત્ર સાથે કેવો એકતાર સધાયો હશે કે મસ્તક કપાયા છતાં ઢોલ પર થાપ પડતી રહી! આખરે ગળામાં ઢોલ સાથે જ તેની ચેતનાએ દેહત્યાગ કર્યો!
આહીર સમાજની કૃષ્ણ ભક્તિએ આ અવાવરાં ખંડેરને સ્થાને 'પ્રેમ-મંદિર' સર્જવા પ્રેર્યા અને ઠાકરધણીની સાથે રાધારાણીની પ્રતિષ્ઠા કરી. જ્યાં પ્રતિવર્ષ હોમ-હવન, પાળિયા-પૂજન અને મહાપ્રસાદનું આયોજન થાય છે. સમસ્ત આહીર સમાજ એમાં ભક્તિ ભાવથી જોડાય છે. કેટલીક ભૂમિ પર બાપુની સવિશેષ કૃપા છે. એ પૈકીની એક કચ્છની ભૂમિ છે. બાપુની કુલ કથાક્રમની આ ૮૫૫મી કથા છે. કચ્છની ભૂમિ પરની તેમની આ ૨૮મી કથા છે. ભારતમાં મહુવા-તલગાજરડા પછીના ક્રમે સહુથી વધુ વખત કચ્છમાં કથાગાન થયું છે.
ત્યારબાદ તુલસીશ્યામ ખાતે મર્યાદિત શ્રોતાઓ સમક્ષ આવીને વ્યાસપીઠ સૂક્ષ્મથી વ્યાપક બની. જુનાગઢના ગિરિશિખર પર કથાગાન થયું, ત્યારે પ્રવીણભાઈએ પુનઃ એકવાર પૂજ્ય બાપુ સમક્ષ નિમિત્ત બનવાનો મનોરથ વ્યકત કર્યો. બાપુએ પોતાના અંત:કરણની પ્રવૃત્તિથી પ્રેરાઈને અસ્તિત્વની ઇચ્છા મુજબ કચ્છની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહર સમા વ્રજવાણી સ્થાને કથા કરવાનું નક્કી કર્યું.
એ રીતે શ્રી પ્રવીણભાઈને આ કથાનાં નિમિત્ત બનવાનો ફરી મોકો મળ્યો. એમને માટે વ્યાસપીઠની સેવાનો આ તેરમો પ્રસંગ છે. શ્રવણ લાભ પ્રાપ્ત થશે. કચ્છના રણ કાંઠાનું નાનકડું ગામડું હોવાથી ત્યાં કોઇ વિશેષ નિવાસ વ્યવસ્થા નથી. વળી, મર્યાદિત સંખ્યામાં જ શ્રોતાઓ માટે મંજુરી છે. તેથી સહુએ ઘેરબેઠાં શ્રવણ લાભ લેવો ઉચિત ગણાશે.