એવી માન્યતા છે કે જ્યારે કોઈ જાતકની કુંડળીમાં શુક્ર મજબૂત સ્થિતિમાં હોય તો તેનું જીવન સુખ શાંતિ અને ધન સમૃદ્ધિથી ભરપૂર રહે છે. જ્યારે અરુણ સૌરમંડળનો ત્રીજો સૌથી મોટો ગ્રહ છે. જેને અંગ્રેજીમાં યુરેનસ કહે છે. શુક્ર અને અરુણ આજે રાતે 8.10 વાગ્યાથી એકબીજાથી 120 ડિગ્રીના ખૂણા પર જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે બે ગ્રહો એવી સ્થિતિમાં હોય તો તેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થાય છે. આ રાજયોગ ખુબ જ શુભ અને જીવનને સમૃદ્ધ કરનારો ગણાય છે. આ રાજયોગના નિર્માણથી 3 રાશિઓના ભાગ્યનો સિતારો બુલંદ થવા જઈ રહ્યો છે. આવો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીન રાશિ
મીન રાશિવાળા માટે નવપંચમ રાજયોગનું બનવું ખુબ જ ખુશીનો અવસર લઈને આવી રહ્યો છે. આ રાજયોગના બનવાથી કરિયરને નવી પાંખ લાગી શકે છે. જે જાતકો નવી જોબ માટે પ્રયત્ન કરતા હશે તેમને સારા પેકેજ સાથે ઓફર લેટર આવી શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થવાની શક્યતા છે. અટકેલા કામો પૂરા થવાના શરૂ થશે. 


કુંભ રાશિ
આ રાશિના જાતકો માટે આ રાજયોગનું નિર્માણ અનેક શુભ સમાચાર લઈને આવી રહ્યા છે. જે જાતકો પોતાની ગાડી  ખરીદવાનું સપનું જોતા હતા તેમની આ ઈચ્છા પૂરી થઈ શકે છે. તમે નવો પ્લોટ કે ફ્લેટ લઈ શકો તેવા યોગ છે. પ્રેમ પ્રસંગમાં મંજિલ સુધી પહોંચો તેવા યોગ છે. બિઝનેસ કરનારા જાતકોને અચાનક ઝડપથી નફો વધવાનો શરૂ થઈ જશે. 


વૃષભ રાશિ
નવપંચમ રાજયોગ બનવાથી કાર્યસ્થળ પર તમારા પ્રદર્શનને બિરદાવવામાં આવશે. વરિષ્ઠ અધિકારી તમારા કામ અને વ્યવહારથી ખુશ થશે. તમારા મહેનત અને સમર્પણને જોતા તમને નવી જવાબદારી મળી શકે છે. જીવનસાથી સાથે તમારા સંબંધ મધુર રહેશે. સમાજમાં માન સન્માન વધશે. ઘરમાં કોઈ માંગલિક કે શુભ કાર્ય થવાની શક્યતા છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)