નવપંચમ રાજયોગ 2023: દરેક ગ્રહ ચોક્કસ સમયે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ઘણીવાર એક રાશિમાં અનેક ગ્રહોની યુતિ બને છે. જેનાથી શુભ-અશુભ યોગનું નિર્માણ થાય છે. મંગળ ગ્રહ કર્ક રાશિમાંથી નિકળીને સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે, જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ મંગળ અને ગુરૂ ગ્રહોની યુતિથી બને છે અને રાશિઓના નિયમિત જીવનમાં લાભ પહોંચાડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો શું હોય છે નવપંચમ રાજયોગ
નવપંચમ રાજયોગ વૈદિક સાહિત્યમાં સૌથી શક્તિશાળી રાજયોગોમાંથી એક છે અને તે પંચમ ભાવના સ્વામી અને નવમા ભાવના સ્વામીના આપસી સંયોગથી બને છે. તેને ભાગ્યશાળી રાશિઓ માટે અધૂરા કામ પૂરા કરવા માટે શુભ સમયમાં એક માનવામાં આવે છે. આ યોગ વ્યક્તિ પર ધન વર્ષા કરવા માટે પણ જાણીતો છે. 


જાણો નવપંચમ રાજયોગની કઈ રાશિઓ પર પડશે અસર


મેષ રાષિઃ મેષ રાશિના જાતકોના જીવનમાં રાજયોગ સકારાત્મક પરિણામ લઈને આવી રહ્યો છે. આ સમયગાળામાં તમારા અટવાયેલા કામ પૂરા થશે. રાજયોગમાં મંગળની બૃહસ્પતિ પર દ્રષ્ટિ હોવાથી સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ સંસ્થામાં પ્રવેશ મળવાની સંભાવના છે. વેપારીઓને વધુ આર્થિક લાભ થવાની સંભાવના છે. 


કર્ક રાશિઃ નવપંચમ રાજયોગ કર્ક રાશિના જાતકો માટે પોતાના લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા કરવા માટે સૌથી સારો સમય છે. મંગળ ગ્રહ તમને ધનલાભ કરાવશે અને તમારા અટવાયેલા રૂપિયા પાછા આવી શકે છે. આ સમયમાં નવુ વાહન ખરીદવાનો યોગ પણ બની રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે યોગ્ય રીતે પ્રવેશ મેળવી આગળ વધવા માટે અનુકૂળ સમય છે. આ દરમિયાન જાતકને પરિવાર, વિશેષ કરીને પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. 


આ પણ વાંચોઃ આજથી 5 દિવસ બાદ બનશે ગુરૂ-ચંદ્રમાની યુતિ, આ ત્રણ જાતકોને થશે બમ્પર લાભ


સિંહ રાશિઃ સિંહ રાશિમાં બૃહસ્પતિ અને મંગળની યુતિ સિંહ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. બૃહસ્પતિ મંગળ ગ્રહને જોઈ રહ્યો છે અને તેના પરિણામસ્વરૂપે વ્યક્તિઓની પ્રતિષ્ઠામાં વધારો થશે. નવપંચમ રાજયોગના કાળમાં વ્યક્તિના ભાગ્યમાં વધારો થશે અને દરેક અટકેલા કામમાં સુધાર થશે. વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ યાત્રા કરી શકે છે અને ધાર્મિક કાર્યોમાં મન લાગવાની સંભાવના રહેશે. 


તુલા રાશિઃ તુલા રાશિના જાતકોને આ સમયમાં સારા પરિણામ મળશે અને તે અનુસાર પોતાના કાર્યની યોજના બનાવશે. આર્થિક લાભની સંભાવના વધુ છે અને નવી નોકરીમાં જોડાવાથી મહત્વપૂર્ણ પરિણામ મળશે. આ સમયમાં તમે તમારા જીવનસાથીને મળી શકો છો અને પગારમાં વધારો થશે. તમારા વ્યવસાયમાં યોગ્ય પગલા ભરો અને તેના કાર્યોને કારણે પ્રતિષ્ઠાની સંભાવના વધુ હશે. જીવનમાં સફળતા મેળવવા જલદી યોજના બનાવો. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube