નવી દિલ્લીઃ નવરાત્રિમાં નવ દિવસમાં મંદિરો, ઘરો, અને પંડાલોમાં કલશની સ્થાપના કરવામાં આવશે અને માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે.  નવરાત્રિમાં લોકો દુર્ગા પૂજા કરતા હોય છે. અને વ્રત પણ રાખતા હોય છે. વ્રત દરમિયાન લોકો સાત્વિક ખોરાક લેતા હોય છે. જેમાં અનાજ, ફળોનો થાય છે સમાવેશ. વ્રત નહીં રાખનારા લોકો પણ  સાત્વિક ખોરાક ભોજનમાં લેતા હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો લસણ અને ડુંગળી નહીં ખાવા પાછળનું કારણ-
હિંદુ ધર્મમાં અનેક માન્યતાઓ હોય છે. પણ વાત જ્યારે નવરાત્રિમાં ડુંગળી અને લસણનો ખાવામાં ઉપયોગ કરવામાં આવતો નથી. હિંદુ પુરાણો અનુસાર પૂજા કે ઉપવાસ દરમિયાન ન તો લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ અને ન તો તેમાંથી બનાવેલ ભોજનનું સેવન કરવું જોઈએ. 


હિંદુ પુરાણોના અનુસાર દેવતા અને રાક્ષસો વચ્ચેના  સાગર મંથન સમયે 9 રત્ન નીકળ્યા હતા. અને અંતે તેમાંથી અમૃત પણ નીકળ્યું હતું. તેના પછી ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ લઈ દેવતાઓને અમૃત પીવડાવ્યું હતું. ત્યારે બે દાવનો રાહુ- કેતુને દેવતાઓનું રૂપ ધારણ કરીને અમૃતનું સેવન કર્યું હતું. 


એના પછી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેમનું વધ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે જ્યારે તેનું માથું કાપી નાખવામાં આવ્યું ત્યારે તેના લોહીના થોડા ટીપાં જમીન પર પડ્યાં. અને તેમાંથી લસણ ડુંગળીની ઉત્પત્તિ થઈ હતી. અને અને આજ કારણથી લસણ અને ડુંગળીમાંથી તીખી ગંધ આવે છે. એવું માનવામાં આવે છે કે રાહુ- કેતુના શરીરમાંથી અમૃતના અમુક ટીપાં રહી ગયા હતા. અને આજ કારણથી  લસણ ડુંગળીમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય છે. 


લસણ અને ડુંગળીનું વધુ પડતું સેવન કરવાથી માણસનું મન ભટકી જાય છે. અને બીજા કામમાં મન પણ નથી લાગતું. પુરાણોમાં ડુંગણી અને લસણને રાજસિક અને તામસિક માનવામાં આવે છે. તામસિક અને રાજસિક ગુણો વધવાથી વ્યક્તિમાં અજ્ઞાનતા વધે છે, તેથી જ હંમેશા સાત્વિક ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું કામમાં મન પણ લાગ્યું રહે. માંસ-માછલી, ડુંગળી, લસણ વગેરે જેવા તામસિક ખોરાકને આસુરી પ્રકૃતિનો ખોરાક કહેવામાં આવે છે. જેના કારણે ઘરમાં અશાંતિ, રોગો અને ચિંતાઓ વધે છે. 


આયુર્વેદિક અને વૈજ્ઞાનિક કારણ-
આયુર્વેદના અનુસાર પ્રકૃતિ અને ખાધા પછી શરીરમાં થતી પ્રતિક્રિયાના આધારે ત્રણ વર્ગોમાં વહેંચી શકાય છે.
 1 . રાજસિક ખોરાક
2. વેર વાળો ખોરાક
3. સાત્વિક ખોરાક
 
વ્રત દરમિયાન લોકો સાત્વિક ખોરાક ખાય છે. પરંતુ  તેની પાછળ ધાર્મિક માન્યતા સિવાય એક વૈજ્ઞાનિક કારણ પણ છે. શારદીય નવરાત્રી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં આવે છે..
વિજ્ઞાનના અનુસાર ડુંગળી અને લસણને તામસિક પ્રકૃતિના માનવામાં આવે છે. અને કહેવાય છે કે તેનાથી શરીરમાં માનસિક અને ભાવનાત્મક ઉર્જા વધે છે. 


નવરાત્રી ઘટસ્થાપના મુહૂર્ત-
સોમવાર, 26 સપ્ટેમ્બર, 2022 ના રોજ અશ્વિન ઘટસ્થાપન
સમયગાળો - 01 કલાક 33 મિનિટ
ઘટસ્થાપન અભિજિત મુહૂર્ત- બપોરે 12:06 થી 12:54 સુધી