Surya Shukra making Neechbhang Rajyog 2023: દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતા રહે છે. આ ગ્રહ ગોચરની શુભ અશુભ અસર તમામ રાશિવાળા લોકો પર થાય છે. ગત 18 ઓક્ટોબરના રોજ સૂર્ય ગોચર  કરીને તુલા રાશિમાં પ્રવેશ કરી ગયો છે અને ત્યારબાદ 3 નવેમ્બરના રોજ શુક્ર ગોચર કરીને કન્યા રાશિમાં પ્રવેશ્યો છે. તુલા રાશિમાં સૂર્ય નીચનો હોય છે અને શુક્ર કન્યા રાશિમાં નીચનો હોય છે. આ પ્રકારે સૂર્ય અને શુક્ર મળીને નીચભંગ રાજયોગ બનાવી રહ્યા છે. આ નીચભંગ રાજયોગ તમામ રાશિઓ પર અસર પાડશે. જેમાંથી 3 રાશિઓ એવી છે જેના પર શુક્ર અને સૂર્યની પણ વિશેષ કૃપા હોઈ શકે છે. આ જાતકોને નીચભંગ રાજયોગ આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બનાવશે. આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાશિઓનું નીચભંગ રાજયોગ ચમકાવશે ભાગ્ય....


કન્યા રાશિ
નીચભંગ રાજયોગ કન્યા રાશિના જાતકો માટે ખુબ શુભ સાબિત થઈ શકે છે. આ જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે. જેનાથી આર્થિક સ્થિતિમાં ઉછાળો આવી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. તમને સફળતા મળશે. વૃદ્ધો અને ગુરુજનોના આશીર્વાદ લેવાનું તમને ખુબ લાભદાયી નીવડશે. ભાગ્યનો સાથ મળવાથી તમારા અધૂરા કામ પૂરા થશે. વેપારીઓને આ સમય ખુબ ફાયદો કરાવશે. 


કર્ક રાશિ
કર્ક રાશિવાળા માટે નીચભંગ રાજયોગ શુભ ફળદાયી રહેશે. તમારું સાહસ અને પરાક્રમ વધશે. તમને સફળતા મળશે. જે લોકોનો વેપાર વિદેશ સાથે જોડાયેલો છે તેમને ખુબ લાભ થશે. તમે નવી પ્રોપર્ટી અને વાહન ખરીદવાનું મન બનાવી શકો છો. જીવનમાં સુખ સુવિધા વધશે. કોટુંબિક અને વૈવાહિક જીવન સુખમય રહેશે. કરિયરમાં ઉન્નતિ રહેશે. 


મકર રાશિ
મકર રાશિવાળાને નીચભંગ રાજયોગ શુભ ફળ આપશે. આ જાતકોને હવે ભાગ્યનો સાથ મળશે. અટકેલા કામ પૂરા થશે. પ્રગતિમાં આવતી બાધાઓ દૂર થશે. ધનની આવક વધશે. કામ કારોબારમાં તમને સફળતા મળશે. તમારી ઈચ્છાઓ પૂરી થશે. જમીન અને વાહનનું સુખ મળશે. વેપારનો વિસ્તાર કરવા માટે સારો સમય છે. તમે લાંબી મુસાફરી પર જઈ શકો છો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube