Vastu Tips: રસોઈ સંબંધિત આ 4 ભુલ ન કરવી ક્યારેય, છીનવાઈ જશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ
Vastu Tips: વાસ્તુ અનુસાર ઘરમાં રસોડું ખૂબ જ મહત્વનું સ્થાન હોય છે. જો રસોડાનું વાસ્તુ બરાબર ન હોય અથવા તો વાસ્તુના નિયમોનું પાલન ભોજન બનાવતી વખતે ન કરવામાં આવે તો તેનાથી વ્યક્તિ રાજામાંથી રંક પણ બની જાય છે. ખાસ કરીને રસોડા સંબંધિત આ 4 બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે.
Vastu Tips: વ્યક્તિ દિવસ રાતની દોડધામ પોતાના પરિવાર સાથે સુખ શાંતિથી જીવન પસાર થાય તે માટે કરે છે. પરંતુ ઘરમાં અજાણતા થતી કેટલીક ભૂલ જીવન બરબાદ કરી શકે છે. સુખી સંપન્ન ઘર પણ રાતો રાત બરબાદ થઈ જાય છે. આમ થવાનું કારણ હોય છે વ્યક્તિ દ્વારા થતી કેટલીક ભૂલ. આજે તમને રસોડા સંબંધિત આવી જ પાંચ ભૂલ વિશે જણાવીએ જેને કરવાથી હંમેશા બચવું જોઈએ. આ ભૂલ કરવાથી સમૃદ્ધ પરિવાર પણ કંગાળ થઈ જાય છે. તેથી હંમેશા વાસ્તુના આ નિયમનું ધ્યાન રાખવું.
આ પણ વાંચો:
વર્ષ 2025 સુધી પોતાની પ્રિય રાશિમાં રહેશે શનિ, આ લોકોને મળશે નોકરી અને અપાર ધન
Black Magic: જો ઘરમાં થઈ હોય મેલીવિદ્યા તો જોવા મળે આવા સંકેત, સમયસર કરી લેવા ઉપાય
11 શુક્રવાર કરો આ વ્રત માતા લક્ષ્મીના આશીર્વાદથી તિજોરી રહેશે ધનથી છલોછલ
1. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું ક્યારેય દાદરા નીચે બનાવવું નહીં. આ સિવાય શૌચાલયની ઉપર કે નીચે પણ રસોડાનું નિર્માણ કરવું અશુભ માનવામાં આવે છે આમ કરવાથી પરિવારના સ્વાસ્થ્ય અને ધન સમૃદ્ધિ પર અસર પડે છે.
2. અનુસાર ભોજન બનાવતી વખતે મુખ દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ. આ દિશા યમરાજની છે અને તે દિશામાં મુખ રાખીને ભોજન બનાવવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે. ભોજન બનાવતી વખતે હંમેશા પૂર્વ દિશામાં મુખ રહે તે ઉત્તમ ગણાય છે.
3. દરેક ગૃહિણીએ રસોડામાં ગેસ અને ચૂલા ની સફાઈ નિયમિત કરવી જોઈએ તેમને ગંદા રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે.
4. વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ સિવાય ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ મુખ કરીને ભોજન બનાવવાથી પણ નુકસાન થઈ શકે છે આમ કરવાથી ધનની આવક બંધ થવા લાગે છે અને ઘરમાં ગરીબી વધે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)