Vaibhav Laxmi Vrat: 11 શુક્રવાર કરો આ વ્રત માતા લક્ષ્મીના આશીર્વાદથી તિજોરી રહેશે ધનથી છલોછલ

Vaibhav Laxmi Vrat: શાસ્ત્રોમાં માતા લક્ષ્મીના અલગ અલગ સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે. જેમ કે મહા લક્ષ્મી, ગજ લક્ષ્મી, વૈભવ લક્ષ્મી વગેરે. તેમાં ધન અને વૈભવ પ્રાપ્ત કરવા માટે વૈભવ લક્ષ્મીના વ્રતનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ વ્રત શુક્રવારે કરવામાં આવે છે. આ વ્રત કરનારના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. 

Vaibhav Laxmi Vrat: 11 શુક્રવાર કરો આ વ્રત માતા લક્ષ્મીના આશીર્વાદથી તિજોરી રહેશે ધનથી છલોછલ

Vaibhav Laxmi Vrat: હિન્દુ ધર્મમાં શુક્રવારનો દિવસ ધન અને વૈભવ આપનાર માતા લક્ષ્મીને સમર્પિત કહેવાયો છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. આ સાથે જ શુક્ર ગ્રહ પણ મજબૂત થાય છે. શાસ્ત્રોમાં માતા લક્ષ્મીના અલગ અલગ સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે. જેમ કે મહા લક્ષ્મી, ગજ લક્ષ્મી, વૈભવ લક્ષ્મી વગેરે. તેમાં ધન અને વૈભવ પ્રાપ્ત કરવા માટે વૈભવ લક્ષ્મીના વ્રતનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ વ્રત શુક્રવારે કરવામાં આવે છે. આ વ્રત કરનારના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. 

ક્યારે શરૂ કરી શકાય વૈભવ લક્ષ્મી વ્રત

આ પણ વાંચો:

વૈભવ લક્ષ્મી વ્રતની શરૂઆત કોઈપણ મહિનાના શુક્લ પક્ષના શુક્રવારથી કરી શકાય છે. પરંતુ કમુરતા કે ખરમાસ દરમિયાન આ વ્રતની શરૂઆત ન કરવી. વૈભવ લક્ષ્મી વ્રત ઓછામાં ઓછા 11 કે 21 શુક્રવાર કરવામાં આવે છે.

વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ

વૈભવ લક્ષ્મી વ્રત કરનારે શુક્રવારે વહેલી સવારે જાગી જવું અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરવા. ત્યાર પછી ઘરના મંદિરમાં દીવો કરવો અને ભગવાન સામે હાથ જોડીને વ્રતનો સંકલ્પ કરવો. ત્યાર પછી સાંજે શુભ મુહૂર્તમાં વૈભવ લક્ષ્મી માતાની પૂજા કરવી. પૂજા કરવા માટે ઘરની પૂર્વ દિશામાં ગંગાજળ છાંટીને સ્થાનને પવિત્ર કરી લાકડાની પાટલી ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરી વૈભવ લક્ષ્મીની મૂર્તિ અથવા તો ફોટો સ્થાપિત કરવો. સાથે જ શ્રી યંત્રની સ્થાપના કરવી. ત્યાર પછી માતા વૈભવ લક્ષ્મીની કંકુ ચોખાથી પૂજા કરવી. માતા લક્ષ્મીની સામે પાણી ભરેલો કળશ સ્થાપિત કરી તેના ઉપર એક વાટકી રાખી તેમાં ચાંદીનો સિક્કો અથવા તો આભૂષણ રાખો. તેની પણ પૂજા કતો. ત્યાર પછી વૈભવ લક્ષ્મી માતાને ખીરનો ભોગ ધરાવો. પૂજા કર્યા પછી વૈભવ લક્ષ્મી વ્રતની કથા સાંભળી આરતી કરો.

વૈભવ લક્ષ્મી વ્રતના નિયમ

વૈભવ લક્ષ્મી વ્રત કરે તે વ્યક્તિએ ફળાહાર કરવો જોઈએ. ઘણા લોકો આ વ્રતમાં એક સમય ભોજન પણ કરે છે પરંતુ ધ્યાન એ વાતનું રાખવું કે આ દિવસે સાત્વિક વસ્તુઓનું જ સેવન કરવું. આ દિવસે ખાટી વસ્તુ ખાવાની મનાઈ હોય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news