Money Tips: વાસ્તુશાસ્ત્ર હિન્દુ ધર્મનું સૌથી જૂનું અને મહત્વપૂર્ણ વિજ્ઞાન છે. માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના ઘર અને ઓફિસમાં વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું પણ ધ્યાન રાખે તો તેના જીવનની સમસ્યાઓ દૂર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં પૈસાની લેવડ દેવડને લઈને પણ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું પણ પાલન કરવામાં આવે તો જીવનમાં ધનહાનીનો સામનો કરવો પડતો નથી. પૈસા સંબંધિત જો આ નિયમનું પાલન ન થાય તો નુકસાનનો સામનો કરવો પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા સમયે ન કરવા પૈસાના વ્યવહાર? 


આ પણ વાંચો: Guru Uday 2024: 6 જૂનથી ગુરુ ઉદય થઈ આ રાશિઓનો કરશે ભાગ્યોદય, ઘરમાં થશે ધનના ઢગલા


વાસ્તુશાસ્ત્ર અનુસાર સંધ્યા સમયે અને સૂર્યોદય થયો હોય ત્યાર પછી પૈસાની લેતી દેતી કરવી નહીં. આ સમયે કોઈને પૈસા ઉધાર આપવા નહીં કે આ સમયે કોઈ પાસેથી રુપિયા ઉધાર લેવા પણ નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં પૈસાના વ્યવહાર કરવા શુભ નથી. 


નાણાકીય વ્યવહારથી થતા નુકસાન 


આ પણ વાંચો: 31 મે થી બુધ કરશે વૃષભ રાશિમાં ગોચર, રાજયોગના કારણે 3 રાશિના લોકો પર થશે ધનનો વરસાદ


વાસ્તુશાસ્ત્ર અનુસાર જો બ્રહ્મ મુહૂર્તમાં કે સૂર્ય અસ્ત થાય ત્યારે પૈસાની લેતી દેતી કરવામાં આવે તો વ્યક્તિને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આ કામ કરનારના હાથમાં ક્યારેય પૈસા ટકતા નથી. કારણ કે આ સમય માં લક્ષ્મીના વિચરણનો સમય હોય છે. જો આ સમયે કોઈ વ્યક્તિ પૈસાની લેવડદેવડ કરે છે તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે જેના કારણે વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. 


પૈસાના વ્યવહાર માટે શુભ સમય 


આ પણ વાંચો: June 2024: જૂનમાં 4 રાશિનો શરુ થશે ગોલ્ડન ટાઈમ, વક્રી શનિ કરાવશે ધન લાભ અને પદોન્નતિ


બ્રહ્મ મુહુર્ત પછીના સવારના સમયમાં પૈસા સંબંધિત કાર્ય કરી શકાય છે. સૂર્યોદય થયા પછી કે પછી સૂર્યાસ્ત પહેલા નાણાકીય વ્યવહાર કરવા શુભ રહે છે. પરંતુ સૂર્યાસ્ત થયો જ હોય ત્યારે પૈસાના વ્યવહાર કરવાનું ટાળવું. તેવી જ રીતે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં પણ કોઈ વ્યક્તિને ઉધાર રૂપિયા આપવા નહીં કે ઉધાર લેવા નહીં.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)