Astro Tips: જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે જેને અપનાવીને તમે જીવનની સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો. આવો જ એક નિયમ કેટલીક વસ્તુઓ સંબંધિત છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રોજના ઉપયોગમાં આવતી એવી ઘણી વસ્તુઓ છે જેને મફતમાં ક્યારેય લેવી જોઈએ નહીં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓનું દાન પણ સ્વીકારવું જોઈએ નહીં. આમાંથી ઘણી વસ્તુઓ એવી છે જે લોકો એકબીજા સાથે શેર કરતા હોય છે પરંતુ હકીકતમાં મફતમાં આ વસ્તુ લેવી નકારાત્મકતાને આમંત્રણ આપે છે. આ વસ્તુઓ મફતમાં લેવાથી જિંદગી બરબાદ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ભાઈને રાત્રે રાખડી બાંધી શકાય કે નહીં? રાખડીમાં કેટલી ગાંઠ બાંધવી? જાણો શું છે નિયમ


Vastu Tips: અમીર બનવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય, સ્નાન કર્યા પછી કરી લેવું આ કામ


આજથી વક્રી શનિનું વધ્યું બળ, બળવાન શનિ આ રાશિઓ કરશે માલામાલ, મનની ઈચ્છાઓ થશે પુરી


દહીં


વાસ્તુશાસ્ત્ર અનુસાર દહીં એવી વસ્તુ છે જે હંમેશા પૈસા દઈને જ ખરીદવી જોઈએ. મફતમાં કોઈ પાસેથી દહીં લેવું અશુભ ગણાય છે. જો તમે કોઈ પાસેથી વારંવાર દહીં લો છો તો તેનાથી ઘરની બરબાદી શરૂ થઈ જાય છે.


કાળા તલ


વાસ્તુશાસ્ત્ર અનુસાર કાળા તલ પણ કોઈ પાસેથી મફતમાં લેવા નહીં આ વસ્તુનું દાન મળે તો પણ સ્વીકારવું નહીં. કાળા તલ નો સંબંધ રાહુ, કેતુ અને શનિ ગ્રહ સાથે છે. જો તમે કાળા તલ કોઈ પાસેથી મફતમાં લો છો તો તેનાથી તમારી બરબાદી થઈ જાય છે. 


મીઠું


મીઠું પણ એવી વસ્તુ છે જેને કોઈ પાસેથી મફતમાં લેવું જોઈએ નહીં. જો ઘરમાં અચાનક મીઠું પૂરું થઈ જાય તો કોઈ પાસેથી માંગવાને બદલે ચલાવી લેવાનું રાખો. મફતમાં મીઠું ઘરે લાવવાથી શનિદેવ નારાજ થાય છે અને વ્યક્તિ પર કરજ વધવા લાગે છે.


રૂમાલ


ઘણા લોકોને આદત હોય છે કે તે બીજાનો રૂમાલ રાખી લેતા હોય છે પરંતુ આવું કરવું તમારી બરબાદીનું કારણ બની શકે છે. રૂમાલ એવી વસ્તુ છે જે કોઈની પાસેથી લેવી જોઈએ નહીં તેનાથી ઘરમાં કલેશ વધે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)