ગુજરાતના આ પ્રખ્યાત મંદિરમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકાયો, બરમુડામાં પણ પ્રવેશ નહિ મળે
Dwarkadhish Temple : દ્વારકા મંદિરના બહાર બોર્ડ મૂકાયું કે, ભારતીય સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરેલ હશે તેમને જ દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ મળશે. ભાવિકની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે નિર્ણય લેવાયો
Gujarat Temples જયદીપ લાખાણી/દ્વારકા : ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા હિન્દુ ધર્મનું પ્રમુખ તીર્થઘામ છે. અહી રોજ હજારો ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરતા હોય છે. ત્યારે હવે દ્વારકા મંદિરમાં આવતા ભક્તો પર એક મોટો પ્રતિબંધ મૂકાયો છે. મંદિરમાં આવતા યાત્રિકોને ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. આ સાથેનું એક બોર્ડ મંદિરની બહાર લગાવવામા આવ્યું છે.
મંદિરના બહાર બોર્ડ મૂકાયું કે, ભારતીય સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરેલ હશે તેમને જ દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ મળશે. ભાવિકની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અંગે તંત્ર દ્વારા અનેક ભાષા સાથે માહિતગાર કરવા બેનરો મંદિરોમાં વિવિધ સ્થળે લગાવવામાં આવ્યા છે. સ્થાનીક તંત્ર, હોટેલ માલિકો, રીક્ષા ચાલકો તેમજ સ્થાનિક નાગરીકો પણ આવતા પ્રવાસીઓને આ નિર્ણય અંગે માહિતગાર કરવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. યાત્રાધામ દ્વારકામાં આવતા યાત્રાળુઓને ભારતીય સંસ્કૃતિ અનુસાર વસ્ત્રો પહેરવા અંગે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.
સરકારી ભરતી અંગે હસમુખ પટેલની સ્પષ્ટતા, પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારોને ચેતવ્યા
ગુજરાતના કયા મંદિરોમાં છે આવો પ્રતિબંધ
બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે તેવો નિયમ છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવીને આ અંગેની માહિતી આપી છે. તો શામળાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ ફિલ્ડના લોકોને કેનેડામા PR મેળવવાનુ હોય છે મોટું ટેન્શન, VISA-PR ની આ માહિતી કામની
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી યુવક-યુવતીઓ પાશ્ચાત્ય પહેરવેશના મોહમાં, ફેશનેબલ દેખાવા ટૂંકા કપડાં પહેરીને મંદિરોમાં જાય છે. આવા સમયે યુવક-યુવતીઓને મંદિરમાં જતા રોકવામાં આવતા વિવાદ થાય છે. પરિણામે મંદિરોમાં ભગવાનના દર્શન માટે ડ્રેસ કોડ લાગુ કરવાની ભલામણ સમાજના ચોક્કસ વર્ગમાંથી કરવામાં આવતી હતી. દેશના અનેક મંદિરોમાં એવા નિયમો છે કે, જેમનું શરીર ૮૦ ટકા સુધી ઢંકાયેલું હશે તેમને જ મંદિરમાં પ્રવેશ અપાશે. તો વિવિધ મંદિરોએ ડ્રેસકોડ પણ લાગુ કર્યો છે. મંદિરના સત્તાવાળાઓ ભક્તોને વિનંતી કરે છે કે, મહેરબાની કરીને ટૂંકાં વસ્ત્રો પહેરીને મંદિરમાં આવતા નહીં. જોકે કોઈ ભાવિક મીની સ્કર્ટ કે બર્મુડા પહેરીને આવી જાય તો કેટલાક મંદિરોમાં પીતાંબર અને ધોતીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો મહિલાઓ માટે દુપટ્ટાની વ્યવસ્થા કરવામા આવે છે.
ભારતીયો હવે આ દેશમાં 8 વર્ષ સુધી વિઝા વિના કરી શકશે કામ, કામના કલાકોમાં પણ વધારો