Numerology: અંક શાસ્ત્ર અનુસાર વર્ષ 2024ના યોગની વાત કરીએ તો 8 થાય છે. જેના પર શનિ દેવનું આધિપત્ય છે. તેથી આ વર્ષે શનિ દેવનો પ્રભાવ રહેશે. તો શનિ દેવના મિત્ર શુક્ર ગ્રહ છે, જેનાથી આ વર્ષ મૂળાંક 8 અને મૂળાંક 6 માટે શુભ રહેશે. એટલે કે જે લોકોની જન્મતારીખ 6, 15, 24, 8, 17 કે 26 તારીખ છે, કે જેના જન્મનું વર્ષ 17, 28,35 કે 44મું વર્ષ ચાલી રહ્યું છે, તેને આ વર્ષે વધુ લાભ મળશે. આ સિવાય જે જાતકોનો જન્મ ફેબ્રુઆરી, માર્ચ કે એપ્રિલ મહિનામાં થયો છે તેના માટે વર્ષ 2024 શુભ રહી શકે છે. આવો જાણીએ કોના માટે શુભ રહેશે વર્ષ 2024...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીઓને મળશે સફળતા
અંક શાસ્ત્ર અનુસાર જે લોકોની જન્મ તારીખ 6, 15, 25, 8, 17 કે 26 છે તે લોકો માટે વર્ષ 2024 શાનદાર સાબિત થઈ શકે છે. આ વર્ષે સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. સાથે આ લોકોને કરિયરમાં અનુભવી લોકોની મદદથી સારી સફળતા મળી શકે છે. તો આ વર્ષે શનિ દેવની કૃપાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. સાથે જે લોકો કારોબાર કરી રહ્યાં છે તેને સારો ધનલાભ થઈ શકે છે. નવા ઓર્ડર મળી શકે છે. સાથે આ વર્ષમાં વચ્ચે જે લોકોનો કોર્સ પૂરો થશે, તેને નોકરી મળશે. 


આ પણ વાંચો- કુંભ રાશિમાં 365 દિવસ રહેશે શનિ દેવ, આ જાતકો માટે લાભકારી રહેશે વર્ષ 2024


ધન સંપત્તિ મળશે
આ વર્ષે તમારા લોકોના સાહસ અને પરાક્રમમાં વધારો થશે. સાથે તમારા અટવાયેલા નાણા પરત મળશે. તો કારોબારીઓને ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે. જો તમે કોઈ નવુ કામ શરૂ કરવા ઈચ્છો છો તો કરી શકો છો. જે લોકો ઘણા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યાં છે તેને સારી તક મળી શકે છે. આ સમયમાં તમને સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. 


કરશે દેશ-વિદેશની યાત્રા
શનિ દેવની કૃપાથી આ વર્ષે તમે વિદેશ યાત્રા કરશો. જે તમારા માટે શુભ સાબિત થશે. જો તમે આ વર્ષે કોઈ રોકાણ કરશો તો આગળ ચાલી તમને લાભ થશે. આ વર્ષે તમારે થોડું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. 


(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube