New Year 2023 Horoscope: નવું વર્ષ શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. તેવામાં લોકોના મનમાં સવાલ છે કે આખરે વર્ષ 2023 કઈ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લઈને આવશે. વર્ષ 2023માં ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ ઘણી રાશિ માટે લાભકારી સાબિત થશે. જ્યોતિષીય ગણના અનુસાર વર્ષ 2023 ત્રણ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. નવા વર્ષમાં આ રાશિને કરિયરમાં પ્રગતિની સાથે આર્થિક લાભ પણ થશે. આ દરમિયાન ઉચ્ચ પદની પ્રાપ્તિ પણ થઈ શકે છે. જાણો વર્ષ 2023ની લક્કી રાશિઓ... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. મિથુન રાશિઃ મિથુન રાશિ માટે વર્ષ 2023 ખુશીઓ લઈને આવશે. આ દરમિયાન તમારા લક્ષ્યો પૂરા થશે. આવકમાં વધારો થવાની સાથે પ્રમોશન મળી શકે છે. કાર્યસ્થળ પર નવી જવાબદારી મળશે. પાર્ટનરની સાથે સારો સમય પસાર થશે. ધનનો સંચય કરવામાં સફળ રહેશો. કુંવારાઓના લગ્ન નકી થઈ શકે છે. 


2. તુલા રાશિઃ વર્ષ 2023માં તુલા રાશિના જાતક કરિયર તથા ધનના મામલામાં લક્કી રહેશે. નવા વર્ષમાં તમને નોકરીના નવા પ્રસ્તાવ મળશે. ઉચ્ચાધિકારી પ્રસન્ન રહેશે. નવા વર્ષમાં તમારા ઘણા સપના પૂરુ થઈ શકે છે. નવી સિદ્ધિ પ્રાપ્ત થશે. પારિવારિક જીવનમાં ખુશી રહેશે. આર્થિક પ્રગતિની સંભાવના છે. 


આ પણ વાંચોઃ Shanidev: નવા વર્ષમાં આ 3 રાશિઓ પર રહેશે શનિદેવની અસીમ કૃપા, મળશે શુભ સમાચાર


3. વૃશ્ચિક રાશિઃ વર્ષ 2023 વૃશ્ચિક રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થશે. આ રાશિના જાતકો માટે નવું વર્ષ ભેટ લઈને આવશે. કરિયરમાં નવા અવસર મળશે. ભાગ્યનો સાથ મળશે. કારોબારીઓ માટે આ સમય સુખદ રહેશે. આ દરમિયાન તમારૂ કોઈ સપનું પૂરુ થઈ શકે છે. લવ લાઇફ સારી રહેશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube