ગુરૂ, સૂર્ય, શનિ સહિત 3 ગ્રહોની 2024માં ઉલ્ટી ચાલ, આ જાતકોને બેડો થઈ જશે પાર
Horoscope 2024: વર્ષ 2024માં શનિ, ગુરૂ, મંગળ, રાહુ, બુધ અને કેતુ પોતાની ચાલમાં ફેરફાર કરશે. આવી સ્થિતિમાં આવનારૂ નવુ વર્ષ કેટલાક જાતકો માટે લાભકારી રહેવાનું છે.
2024 Rashifal-Gochar: જલ્દી નવા વર્ષની શરૂઆત થવાની છે. ગ્રહોની બદલતી ચાલને કારણે આવનારૂ વર્ષ ખાસ રહેવાનું છે. વર્ષ 2024માં શનિ, ગુરૂ, મંગળ, રાહુ, બુધ અને કેતુ પોતાની ચાલમાં ફેરફાર કરશે. આ તમામ છ ગ્રહ ઉલ્ટી ચાલ ચાલી વક્રી અવસ્થામાં ગોચર કરશે, જેનો પ્રભાવ 12 રાશિઓ પર પડશે. તેવામાં આ મોટા ગ્રહોની ઉલ્ટી ચાલ કેટલાક જાતકો માટે લાભકારી થવાની છે. તેથી આવો જાણીએ વર્ષ 2024માં ગ્રહોની વક્રી ચાલથી કયાં જાતકોને શુભ પરિણામ મળી શકે છે.
કર્ક રાશિ
6 ગ્રહોની ઉલ્ટી ચાલ કર્ક રાશિના જાતકો માટે શુભ પરિણામ લઈને આવી છે. વેપારમાં નવી તક ખુલી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, તો થોડા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. રિસર્ચ અને સમજી વિચારીને રોકાણ કરવું તમારા માટે લાભકારી રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે ગ્રહોની વક્રી ચાલ લાભકારી રહેવાની છે. જે લોકો નોકરી શોધી રહ્યાં છે તેનું સપનું પૂરુ થવાની પ્રબળ સંભાવના છે. નાણાકીય રીતે મજબૂત રહેવા માટે તમારે રોકાણની સાથે બચત પર પણ ધ્યાન આપવું જોઈએ. હેલ્ધી ડાઇટને લઈને હાઇડ્રેટેડ રહી સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો.
આ પણ વાંચોઃ અંતિમ સંસ્કાર બાદ પાછળ વળીને જોશો તો..જીવનમાં આવે છે આવી મુશ્કેલીઓ! જાણો ઘરે આવીન...
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ગ્રહોની ઉલ્ટી ચાલ શુભ સાબિત થઈ શકે છે. કરિયરમાં તમને બોસનો સાથ મળશે અને ઘણા નવા ટાસ્ક મળશે. આવક અને નાણા વધારવા માટે તમને ઘણી તક મળી શકે છે પરંતુ તે તમારા પર છે કે તમે ક્યારે કયો નિર્ણય લો છો. રિસર્ચ કરી નાણાકીય દ્રષ્ટિએ લેવામાં આવેલા નિર્ણય લાભકારી સાબિત થશે. સ્વાસ્થ્ય સારૂ રાખવા માટે જંક ફૂડથી દૂર રહો.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube