આ કુંડમાં સ્નાન કર્યા પછી પ્રેમીઓને કોઈ છૂટા નથી કરી શકતું, આ પાણીમાં છુપાયું છે પ્રેમનું રાઝ
ભારતમાં ઘણી એવી જગ્યાઓ આવેલી છે જેના વિશે જુદી-જુદી માન્યતાઓ પ્રવર્તે છે. ઘણી માન્યતાઓ સાચી હોય છે અને લોકો તેને માનતા પણ હોય છે. ભારતમાં એવા કુંડ પણ આવેલા છે. જે પ્રેમીઓ માટે ખુબ લોકપ્રિય છે. તમે પણ જાણો...
દિક્ષિતા દાનાવાલા, અમદાવાદઃ ભારતીય માન્યતાઓમાં ઘણાં રિવાજો અને પરંપરાઓ છે જેમાં સંબંધોને જન્મ-જન્માંતરનો સાથ આપનારા માનવામાં આવ્યા છે ત્યાં સુધી કે એક એવા કુંડ સાથે આ માન્યતા જોડાયેલી છે કે ત્યાં પ્રેમ-પ્રેમિકા કે પતિ-પત્ની સ્નાન કરી લે તો તેમને કોઈ અલગ નથી કરી શકતું.
આ કુંડ મધ્યપ્રદેશના શિવપુરી ખાતે આવેલો છે તે ભદૈયા કુંડ તરીકે પ્રચલિત છે. જ્યાં પ્રેમી જોડાને વરદાન મળે છે. આ કુંડ સાથે જોડાયેલી એક ધાર્મિક માન્યતા પ્રમાણે લગ્ન પછી પતિ-પત્ની આ પાણીથી નહાય તો તેમની વચ્ચે હંમેશા પ્રેમ અકબંધ રહે છે, તેમની વચ્ચે આજીવન વિવાદ થતો નથી. આ માન્યતા લોકો વચ્ચે એટલી ઊંડી અને વિશ્વાસપાત્ર છે કે ઘણાં મેરિડ કપલ સહિત વૃદ્ધ દંપત્તી પણ ભદૈયા કુંડમાં નહાવા માટે આવે છે પોતાની વચ્ચે રહેલા અંતરને દૂર કરવાની કોશિશ કરે છે.
આ પણ વાંચોઃ Vastu Tips: ક્યારેય કોઈને ગિફ્ટમાં ન આપવી આ વસ્તુઓ, બાકી જીવનમાં આવે છે મુશ્કેલી
ભદૈયા કુંડનો ઇતિહાસ
આ કુંડના ઈતિહાસ પ્રમાણે શિવપુરી સિંધિયા રાજ્યની ઉનાળાની રાજધાની હતી. તે શિવપુરીમાં ગરમીના સમયમાં અહીં રહેવા માટે આવતા હતા. ભદૈયા કુંડની એક દંતકથા પ્રમાણે બે પ્રેમી અહીં તપસ્યા કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું કે આ કુંડમાં નહાનારા પ્રેમીનો પ્રેમ વધારે તાકાતવાળો બને અને ત્યારથી અહીં મોટી સંખ્યામાં કપલ સ્નાન કરવા માટે પહોંચે છે.
અહી ઝરણાના ચમત્કારનું મુખ્ય કારણ છે ખડકો વચ્ચેથી પાણી આવે છે. જ્યારે ચોમાસુ શરૂ થાય છે ત્યારે પાણી મંદિર પર પડે છે અને તે કુંડમાં એકત્રિત થઈ જાય છે. આ પાણીમાં ઘણાં ગુણકારી તત્વો પણ મળે છે. અહીના લોકોનુ માનવુ છે કે આ પાણીથી ચામડીના રોગો પણ દૂર થઈ જાય છે.
આ પણ વાંચોઃ Holashtak 2023: જાણો કઈ તારીખથી શરૂ થાય છે હોળાષ્ટક, હોલિકા દહનનો આ છે શુભ સમય
સ્નાન કરવાનો સારો સમય
આ કુંડમાં સ્નાન કરવાનો સારો સમય ચોમાસાનો માનવામાં છે કારણ કે એ સમયે કુંડમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે... અહી નીચેના ભાગમાં ગૌમુખ બનેલું છે ત્યાંથી પાણી નીકળે છે. કોઈને ખબર નથી કે આ ગૌમુખમાં પાણી આવવાનો શ્રોત શું છે. સ્થાનિકોનું માનવું છે કે ગૌમુખમાંથી નીકળતું પાણી ઠંડું અને સ્વાદિસ્ટ હોય છે. અહીં નવદંપત્તિ સુખી દાંપત્ય જીવનની શરુઆત કરવાની ઈચ્છાથી આવે છે, જ્યારે વડીલો વૈવાહિક જીવનમાં આવનારી નાની-મોટી ખટપટને દૂર કરવા માટેની આશ સાથે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube