Astro Tips: આજે બુધવાર છે. આ દિવસ ભગવાન ગણેશને સમર્પિત હોય છે. ગણેશજીને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો બુધવારે ભગવાન ગણેશની શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે તો જીવનના બધા જ કષ્ટ દુર થઈ જાય છે.  ખાસ કરીને જો નોકરી કે વેપાર સંબંધિત સમસ્યા હોય અને કાર્ય સફળતામાં સમસ્યાઓ નડતી હોય તો બુધવારે ભગવાન ગણપતિ સંબંધિત આ 5 ખાસ અચૂક ઉપાય કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


કરજથી છુટકારો મેળવવો હોય તો નવરાત્રિ પુરી થાય તે પહેલા કરી લો આ અચૂક ઉપાય


Akshaya Tritiya 2023: અક્ષય તૃતીયા પર કરો આ વસ્તુઓનું દાન, માં લક્ષ્મી થશે પ્રસન્ન


દુર્ગા અષ્ટમી પર કરો શ્રીદુર્ગાસપ્તશતી પાઠના આ મંત્રોનો જાપ, મળશે માતાજીના આશીર્વાદ


1. જો તમને નોકરી કે વેપારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તો દર બુધવારે ભગવાન ગણેશને સમીના પાન ચઢાવો. જો સમીના પાન ન મળે તો તમે ગણેશજીને બુધવારે દુર્વા ચઢાવી શકો છો. દુર્વાની 21 ગાંઠ બનાવી ભગવાનને અર્પણ કરો. દુર્વાને ભગવાન ગણેશના મસ્તક પર અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી મનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.


2. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારે બુધ ગ્રહ સાથે સંબંધિત ઉપાય પણ લાભ આપે છે. તેના માટે બુધના નીચે દર્શાવેલા બીજ મંત્રમાંથી કોઈ એકનો 108 વખત જાપ કરી શકાય છે. તેનાથી એકાગ્રતા વધે છે અને માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે. તેની સાથે કુંડળીમાં બુધ ગ્રહ પણ મજબૂત છે. આ ઉપાય કરવાથી કરિયરમાં પ્રગતિ મળે છે.


- ॐ બ્રાં બ્રીં બ્રૌં સ: બુધાય નમઃ 
- ॐ બું બુધાય નમઃ 
- ॐ ઐં શ્રીં શ્રીં બુધાય નમઃ


3. તમારા ભાગ્યને જગાડવા માટે બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે. જો તમે દર બુધવારે ગાયોને લીલો ચારો ખવડાવો છો તો તમામ ગ્રહ દોષ દુર થાય છે.


4. જો તમે આર્થિક તંગીથી પરેશાન હોય અને કરજ વધી ગયું હોય તો દર બુધવારે ગણેશ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. તેનાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં પ્રગતિના દ્વાર ખુલી જાય છે. 


5. બુધવારે લીલી વસ્તુઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને મગ કે મગની લીલી દાળનું દાન કરવાથી ફાયદો થાય છે. આ ઉપાય કરવાથી કુંડળીમાં બુધ ગ્રહ બળવાન બને છે. તમે બુધવારે શિવલિંગ પર લીલા મગ ચઢાવી પણ શકો છો.