Namak ke Totke: નોકરી-ધંધામાં નથી મળતી સફળતા ? તો અજમાવો મીઠાના આ ટોટકા, રાતોરાત ચમકશે ભાગ્ય
Namak ke Totke: ઘણા લોકોને તેમની મહેનતનું ફળ ઝડપથી મળી જાય છે તો કેટલાક લોકો મહેનત કરે છતાં પણ હાથમાં કંઈ આવતું નથી. આવી સ્થિતિમાં લોકોને નિરાશ થઈ જતા હોય છે. પરંતુ નિરાશ થવાને બદલે તમે ભાગ્યને બદલવા માટે મીઠાના કેટલાક ચમત્કારિક ઉપાય કરી શકો છો. મીઠાના આ ઉપાય કરીને તમે દુર્ભાગ્ય દૂર કરી શકો છો.
Namak ke Totke: નોકરી અને વેપારમાં સફળ થવા માટે વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છે. ઘણા લોકોને તેમની મહેનતનું ફળ ઝડપથી મળી જાય છે તો કેટલાક લોકો મહેનત કરે છતાં પણ હાથમાં કંઈ આવતું નથી. આવી સ્થિતિમાં લોકોને નિરાશ થઈ જતા હોય છે. પરંતુ નિરાશ થવાને બદલે તમે ભાગ્યને બદલવા માટે મીઠાના કેટલાક ચમત્કારિક ઉપાય કરી શકો છો. મીઠાના આ ઉપાય કરીને તમે દુર્ભાગ્યને દૂર કરી પ્રગતિ પ્રાપ્ત કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે મીઠા ના કયા ઉપાયો તમારું ભાગ્ય બદલી શકે છે.
મીઠાના ચમત્કારી ઉપાય
આ પણ વાંચો:
3 રાશિના લોકો દિવસ રાત ગણશે રુપિયા, બુધ ગ્રહનું રાશિ પરિવર્તન બનાવશે રાતોરાત કરોડપતિ
સિંહ રાશિમાં સર્જાશે બુધ-શુક્રની યુતિ, 3 રાશિના લોકોને ચારે તરફથી મળશે પૈસો જ પૈસો
ઘરમાં રાખશો મની બાઉલ તો ચુંબકની જેમ ખેંચાઈ આવશે ધન, તિજોરી નહીં થાય ક્યારેય ખાલી
- જો ઘરમાં પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય તો કાચના બાઉલમાં મીઠું ઉમેરી બેડરૂમમાં રાખી દેવો આ ઉપાય કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પતિ પત્ની વચ્ચે સ્નેહ વધે છે.
- જો ઘરમાં કોઈ વ્યક્તિ સતત બીમાર રહેતું હોય તો તેના પલંગની નીચે કાચની બોટલમાં મીઠું ભરીને રાખી દો. દર મહિને બોટલમાં રહેલું મીઠું બદલી નવું મીઠું ભરો. આમ કરવાથી દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો થશે.
- ઘરની આર્થિક તંગીને દૂર કરવા માટે મીઠા ને કાચની બોટલમાં ભરી તેમાં લવિંગ ઉમેરીને તિજોરી પાસે રાખી દો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી ઘરમાંથી પૈસાની સમસ્યાઓ દૂર થાય છે.
- કોઈ કામ વારંવાર અટકી જતું હોય તો કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સ્નાન કરવાના પાણીમાં ચપટી મીઠું ઉમેરીને સ્નાન કરવું. આ સિવાય ઘરમાં પોતા કરવાના પાણીમાં પણ મીઠું ઉમેરી દેવું તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે અને સફળતા પ્રાપ્ત થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)