November Grah Gochar 2023: આ વર્ષે નવેમ્બર મહિનો ગ્રહ ગોચર અને તહેવારોના કારણે ખાસ રહેવાનો છે.  આ મહિનામાં ગ્રહ ગોચરની સાથે દિવાળી પણ ઉજવાશે. નવેમ્બર મહિનામાં એક-બે નહીં પરંતુ પાંચ ગ્રહોએ પોતાની ચાલ બદલી છે. ગ્રહોના રાશિ પરિવર્તનના કારણે 12 રાશિઓ પર તેની શુભ અને અશુભ અસર પડશે. કારણ કે આ તમામ ગ્રહોનું પોતપોતાનું વિશેષ મહત્વ છે. ગ્રહોની રાશિમાં થયેલા ફેરફારોના કારણે કેટલીક રાશિઓને ખૂબ જ ફાયદો થવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવેમ્બર મહિનામાં શનિદેવ માર્ગી અવસ્થામાં ગતિ કરશે. આ સિવાય કયા ગ્રહોનું નવેમ્બર મહિનામાં ગોચર થશે અને તેનાથી કઈ કઈ રાશિને લાભ થશે ચાલો તે પણ જણાવીએ તમને.


આ પણ વાંચો: 500 વર્ષ પછી દિવાળી પર સર્જાયા 4 દુર્લભ સંયોગ, આ મુહૂર્તમાં પૂજા કરવાથી થશે ધન લાભ


નવેમ્બર મહિનામાં ગ્રહ ગોચર


નવેમ્બર મહિનામાં સૂર્ય, શનિ, શુક્ર, બુધ અને મંગળનું રાશિ પરિવર્તન થશે. વૃશ્ચિક રાશિમાં બુધ, મંગળ અને સૂર્યનો સંયોગ થવાનો છે. આ કારણે ત્રિગ્રહી યોગ બનશે.


શુક્રનું ગોચર


આ મહિનામાં સૌંદર્ય, વૈભવ, સંપત્તિ અને સુખનો કારક ગ્રહ શુક્ર સાથે ગોચર કરશે. 3 નવેમ્બરે સવારે 5.24 કલાકે શુક્રએ કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. અને 30 નવેમ્બરે સવારે 1:14 કલાકે તુલા રાશિમાં પ્રવેશ કરશે.


આ પણ વાંચો: Diwali 2023: દિવાળી પર કરો આ 6 ઉપાય, તમારા ઘરમાં થશે માતા લક્ષ્મીનું આગમન


શનિ માર્ગી


4 નવેમ્બરે બપોરે 12:31 કલાકે શનિ ગ્રહ કુંભ રાશિમાંથી માર્ગી થયો છે. 


બુધનું ગોચર


6 નવેમ્બરે સાંજે 4:32 કલાકે બુધ ગ્રહે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે તે 27મી નવેમ્બરે સવારે 6.02 કલાકે ધન રાશિમાં પ્રવેશ કરશે.


આ પણ વાંચો: Vipreet Rajyog 2023: દિવાળી પહેલા બનેલો વિપરીત રાજયોગ આ 4 રાશિઓને કરાવશે અચાનક ધનલાભ


મંગળનું ગોચર


મંગળ ગ્રહ 16 નવેમ્બરે સવારે 11:04 કલાકે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.


સૂર્ય ગોચર


તમામ ગ્રહોના રાજા સૂર્ય 17 નવેમ્બરે સવારે 1:30 કલાકે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં બુધ અને મંગળ સાથે સૂર્યની યુતિથી ત્રિગ્રહી યોગ સર્જાશે. 


આ પણ વાંચો: Tulsi Upay: કારતક મહિનામાં તુલસીમાં અર્પણ કરો આ વસ્તુઓ, રાતોરાત ધનલાભના સર્જાશે યોગ


આ રાશિના જાતકોને થશે લાભ 


નવેમ્બરમાં થઈ રહેલું ગ્રહ ગોચર મેષ, વૃષભ, તુલા, કર્ક અને કુંભ રાશિ માટે ફાયદાકારક અસર કરશે. આ રાશિના લોકોને નોકરીમાં લાભ મળશે. વેપાર કરતા લોકોને ફાયદો થશે. પરિવારના સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)