Ketu Transit 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવેમ્બર મહિનો કેટલીક રાશિના લોકો માટે સુવર્ણ સમય બની શકે છે. 30 ઓક્ટોબર 2023 ના રોજ કેતુ ગ્રહ રાશિ પરિવર્તન કરશે. હાલ તુલા રાશિમાં કેતુ અને મંગળની યુતિ બનેલી છે. કેતુ અને મંગળની યુતિ અશુભ હોય છે જેના કારણે કેટલીક રાશિના લોકોના જીવનમાં કષ્ટ જોવા મળે છે. પરંતુ 30 ઓક્ટોબર એ કેતુ કન્યા રાશિમાં ગોચર કરશે અને સાથે જ મંગળ અને કેતુની યુતિ પણ સમાપ્ત થશે. જેના કારણે દિવાળી પહેલા 5 રાશિના લોકો પર માતા લક્ષ્મી મહેરબાન થશે. આ રાશિના લોકોને 30 ઓક્ટોબર પછી દરેક ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પાંચ રાશિ માટે 30 ઓક્ટોબર પછીનો સમય અતિ શુભ


મેષ રાશિ


મંગળ અને કેતુની યુતિનો અંત મેષ રાશિના લોકોને લાભ કરાવશે. આ રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થશે. આર્થિક બાબતોમાં લાભ થશે. આવક વધી શકે છે. રોકાણની યોજના સફળ થશે. પરિવાર સાથે ફરવા જઈ શકો છો. વિદેશ જવાની તક પણ મળી શકે છે. 


આ પણ વાંચો:


Navratri 2023: નવરાત્રીના 9 દિવસ કરો આ કામ, માતાના આશીર્વાદથી ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ


Astro Tips: લોબાનના આ ઉપાયો દુર કરશે સમસ્યાઓ, આર્થિક તંગીથી મળશે મુક્તિ


ઘરમાં ઝાડુ રાખવાના પણ હોય છે નિયમ, યોગ્ય રીતે ન રાખવાથી માતા લક્ષ્મી થાય છે નારાજ


વૃષભ રાશિ


કેતુ અને મંગળની યુતિનો અશુભ પ્રભાવ 30 ઓક્ટોબરથી પૂર્ણ થશે અને પછી વૃષભ રાશિના લોકોનું ભાગ્ય ચમકી જશે. આ રાશિના લોકોના જીવનમાં સકારાત્મકતા વધશે. દરેક ક્ષેત્રમાંથી લાભ પ્રાપ્ત થશે. આવકમાં વધારો થશે. આર્થિક સમસ્યાઓ દૂર થશે. બેંક બેલેન્સમાં વધારો થશે. નોકરીમાં પ્રમોશન મળશે. બચત કરવામાં સફળ થશો.


મિથુન રાશિ


દિવાળી પહેલા મંગળ અને કેતુની યુતિ સમાપ્ત થશે અને આ રાશિના લોકોને કારકિર્દીમાં લાભ થશે. ધનની આવક વધશે. વેપારીઓને મોટો લાભ થશે. નવા ઓર્ડર મળી શકે છે. ધનની બચત કરવામાં સફળ થશો. પૈતૃક સંપત્તિથી લાભ થશે. રોકાણથી સારું રિટર્ન મળશે.


તુલા રાશિ


મંગળ અને કેતુની યુતિ પૂર્ણ થવાથી તુલા રાશિના જાતકોને કરિયરમાં આવેલી બાધા દૂર થશે પ્રગતિના નવા રસ્તા ખુલશે નવી નોકરીમાં ઊંચું પદ મળી શકે છે આ સમય દરમિયાન આવકમાં વધારો થશે જો કોઈ જૂની બીમારીથી હતી તો હવે તે દૂર થશે અને સ્વાસ્થ્ય સારું રહેશે.


વૃશ્ચિક રાશિ


વૃશ્ચિક રાશિના લોકો માટે પણ 30 ઓક્ટોબર પછીનો સમય અતિ શુભ રહેવાનો છે તેમના જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થવા લાગશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને પરિવારમાં સુખ શાંતિ વધશે. તમે ભવિષ્ય માટે ધનની બચત કરી શકશો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)