Ambaji Temple પરખ અગ્રવાલ/અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે વર્ષે હજારો ધજાઓ માં અંબાના મંદિરના શિખરે શ્રદ્ધાળુઓ દ્વારા શ્રદ્ધાનું પ્રતીક માનીને ચઢાવવામાં આવે છે. લોકોની આ શ્રદ્ધા અને આસ્થા ટકી રહે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ મંદિરે ચઢતી ધજાઓને યાત્રિકોને વિનામૂલ્ય મંદિરના પ્રસાદ રૂપે આપવાનું નક્કી કર્યું હતું. જે ધજાઓ માતાજીના ચોકમાં નિઃશુલ્ક અપાતી હતી, પણ ત્યાર બાદ અંબાજી મંદિરે કોઈ શ્રદ્ધાળુ ઘરે બેઠા મંદિર ટ્રસ્ટને પોતાનું સરનામું મોકલી ધજા ઘરે બેઠા મંગાવવા માંગતો હશે તો તેને નિઃશુલ્ક ધજાનું પાર્સલ બનાવી કોઈ પણ સ્થળે ધજા મોકલવાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. આ ધજાઓ એને કુરિયર દ્વારા મોકલવામાં આવે છે તે કુરિયર ચાર્જ પણ યાત્રિકો પાસેથી લેવામાં આવતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વ્યવસ્થા આગામી ભાદરવી પુનમ મેળા દરમિયાન સ્થગિત કરવામાં આવશે. જ્યારે અંબાજી મંદિરે ધજા લઈને આવતા યાત્રિકોને મંદિર બહાર ધજાના વધુ પૈસા ચૂકવવા ન પડે તે માટે હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ધજા ચઢાવવા માંગતા શ્રદ્ધાળુઓને ધજા પુરી પાડશે, જે નોમિનલ ચાર્જે ધજા શાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજા વિધિ કરી યાત્રિકો અંબાજી મંદિરે ચઢાવી શકશે. આ ધજાઓ મંદિર ટ્રસ્ટ સખી મંડળમાં કામ કરતી નિરાધાર મહિલાઓ પાસે ખરીદવાનું આયોજન હાથ ધરશે.


આ તો વરસાદનું ટ્રેલર, અસલી પિક્ચર તો ઓગસ્ટમાં આવશે, અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી


આ વિશે અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ માહિતી આપતા જણાવ્યું કે, જોકે અંબાજીમાં આ ધજાઓ બનાવવાની કામગીરી શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં ચાલતા સખીમંડળના પ્રોજેક્ટ દ્વારા હાલ ધજા બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં નિરાધાર મહિલાઓ સવારે પોતાનું ઘરનું કામ પતાવી બપોરે આ ધજા બનાવવા પહોંચી જાય છે. તેમાં 5, 7અને 11 મીટર જેટલી લાંબી ધજાઓ આ મહિલાઓ બનાવી રહી છે, ને તેને સુશોભિત પણ કરે છે. રોજની 20 થી 25 ધજાઓ આ મહિલાઓ બનાવી રહી છે. તેમણે હમણાં સુધી 500 જેટલી ધજાઓ બનાવી એકત્રિત કરી છે. જે અંબાજી મંદિર ટ્રસ્ટ ધજાનું વેચાણ શરુ કરનાર છે તેઓ આ ધજા ખરીદી નિરાધાર મહિલાઓને સહયોગી બને તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ છે.


હાલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ મંદિરનો પ્રસાદ ઓનલાઇન વેચાણ પ્રક્રિયા હાથ ધરી છે તે રીતે માતાજીની ધજાઓ પણ નિઃશુલ્ક ઘરેબેઠા પહોંચાડી લોકોની આસ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે.


વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં વિદેશોથી પણ ભક્તો આવે છે. ત્યારે ફરી એકવાર ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે યોજાયેલી એક મીટિંગમા જાહેરાત કરાઈ કે, 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાશે. 


નવસારી જળબંબાકાર! પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા ફરી શહેર પાણીમાં ડૂબ્યું