આ તો વરસાદનું ટ્રેલર, અસલી પિક્ચર તો ઓગસ્ટમાં આવશે, અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી

Ambalal Patel Prediction : હાલ દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વરસાદ વરસી રહ્યો છે. તાપી, સુરત, નવસારી, ડાંગ જેવા જિલ્લામા આભ ફાટવા જેવી સ્થિતિ છે. જોકે, આ સ્થિતિ હજુ બદતર બનવાની છે. દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે. 

અંબાલાલ પટેલની આગાહી

1/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે, ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.   

દક્ષિણ ગુજરાતમાં પૂર આવશે

2/6
image

તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે.    

અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ

3/6
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ સલાહ આપી છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વરતારો આવ્યો છે. તેમણે ખેડૂતોને કહ્યું કે, ઓગસ્ટના પ્રથમ સપ્તાહના વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં. કૃષિ કાર્ય કરવાથી પાકો પીળો પડી શકે છે.   

ઓગસ્ટ મહિનો ભારે જશે

4/6
image

તો હવામાન વિભાગે પણ ઓગસ્ટ મહિનાની આગાહી કરી છે. આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં સિયર ઝોન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે. 

આજે ક્યાં ક્યાં વરસાદ 

5/6
image

આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ અલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી છે. આ દિવસે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે, તો આવતીકાલે નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. 

6/6
image