Tulsi Upay: તાંબાના લોટામાં આ સફેદ વસ્તુ ઉમેરી તુલસીમાં અર્પણ કરી દો, થઈ શકો છો માલામાલ, અમીરી જોતા રહી જશે પાડોશીઓ
Tulsi Upay: ઘણા લોકો આખો દિવસ મહેનત કરે તેમ છતાં પરિવારની બેઝિક જરૂરિયાતો જ પૂરી કરી શકે છે. લોકો સદ્ધર થવા માટે લોકો ધન જોડી શકતા નથી. જે પણ લોકો આવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય તેઓ તુલસીનો નાનકડો ઉપાય કરી શકે છે.
Tulsi Upay: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે. તેને જીવનમાં આર્થિક તંગીનો સામનો ન કરવો પડે. ભાગ્ય તેને હંમેશા સાથ આપે... પરંતુ ઘણા લોકો સાથે આવું થતું નથી. ઘણા લોકો આખો દિવસ મહેનત કરે તેમ છતાં પરિવારની બેઝિક જરૂરિયાતો જ પૂરી કરી શકે છે. લોકો સદ્ધર થવા માટે લોકો ધન જોડી શકતા નથી. જે પણ લોકો આવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય તેઓ તુલસીનો નાનકડો ઉપાય કરી શકે છે. એવું કહેવાય છે કે તુલસીનો આ ઉપાય અજમાવીને ધનવાન બની શકાય છે. તો ચાલો તમને પણ જણાવીએ શાસ્ત્રોમાં જણાવેલો તુલસીનો અચૂક ટોટકો.
આ પણ વાંચો: બસ 2 દિવસ પછી આ 3 રાશિઓનું ભાગ્ય બદલી જાશે, શુક્ર ગુરુની નવપંચમ દ્રષ્ટિ માલામાલ કરશે
વૈદિક શાસ્ત્ર અનુસાર તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી રોજ સવારે અને સાંજે તુલસીની પૂજા કરવી જોઈએ. સવારના સમયે તુલસીના જળ અર્પણ કરી સાંજના સમયે તુલસી પાસે ઘીનો દીવો કરવો. જે ઘરમાં આ નિયમથી તુલસીની પૂજા થાય છે ત્યાં આર્થિક તંગી રહેતી નથી.
આ પણ વાંચો: Kharmas: ધનારક કમુરતામાં ભુલથી પણ આ 6 ભુલ ન કરવી, માનવામાં આવે છે અત્યંત અશુભ
ધનવાન બનવાનો ઉપાય
માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તુલસી પૂજા કરતી વખતે એક વિશેષ ઉપાય કરવો. માતા લક્ષ્મીને સફેદ વસ્તુ પ્રિય છે. સવારે જ્યારે તુલસીને જળ અર્પણ કરો ત્યારે તેમાં થોડું કાચું દૂધ મિક્સ કરી દેવું. કાચું દૂધ ઉમેરેલું પાણી તુલસીમાં ચડાવવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને મનની ઈચ્છા પૂરી થાય છે.
આ પણ વાંચો: 28 ડિસેમ્બરથી સર્જાશે શુક્ર-શનિની મહાયુતિ, 4 રાશિવાળા દિવસ રાત કરશે પ્રગતિ
જે લોકોના ઘરમાં કલેશ થતો હોય તેઓ પણ જો ગુરૂવારના દિવસે પાણીમાં દૂધ ઉમેરીને તુલસીના અર્પણ કરે તો કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિ મજબૂત થાય છે અને માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)