Astro Tips: સનાતન ધર્મમાં દરેક દિવસને કોઈને કોઈ દેવી દેવતાની પૂજા કરવા માટે સમર્પિત દિવસ કહેવામાં આવ્યો છે. જે અનુસાર શનિવારનો દિવસ શનિદેવની આરાધના કરવા માટેનું હોય છે. શનિવારે શનિદેવની પૂજા કરવાની પરંપરા છે. શનિવારના દિવસે લોકો શનિદેવની પ્રતિમા સરસવનું તેલ ચઢાવીને તેમની આરાધના કરે છે. પરંતુ શું તમે જાણો છો કે શનિદેવને ફક્ત સરસવનું જ તેલ શા માટે ચઢે છે? નથી જાણતા તો ચાલો તમને જણાવીએ કે શનિદેવને અન્ય કોઈ તેલ નહીં પરંતુ સરસવનું તેલ શા માટે ચઢે છે ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૌરાણિક કથા અનુસાર શનિ સૂર્યપુત્ર છે. શનિદેવ નાનપણથી જ ઉત્પાતી હતા અને પોતાના પિતાની આ જ્ઞાનનું પાલન કરતા નહીં. જેના કારણે તેના પિતા એટલે કે સૂર્યદેવ ચિંતા કરતા. સૂર્ય હનુમાનજીના ગુરુ છે. જ્યારે શિક્ષા પૂરી કર્યા પછી હનુમાનજી સૂર્યદેવ પાસે ગુરુદક્ષિણા માટે આવ્યા તો સૂર્યદેવે પોતાની ચિંતા વ્યક્ત કરી અને શનિદેવને પોતાની પાસે લઈ આવવાની ઈચ્છા દર્શાવી.


આ પણ વાંચો:


ઓક્ટોબર મહિનાથી પલટી મારશે 5 રાશિઓનું નસીબ, સૂર્ય-બુધની યુતિથી મળશે પદ અને પૈસા


આ 3 રાશિના લોકોની આવક માર્ગી શુક્રના કારણે થશે ચારગણી, ચેક કરો તમારી રાશિ છે કે નહી


ગુરુની વક્રી ચાલ દરેક રાશિને કરશે અસર, જાણો તમારી રાશિ માટે સમય શુભ છે કે નહીં


ગુરુની આજ્ઞા માનીને હનુમાનજી શનિદેવને સૂર્ય પાસે લઈ જવા પહોંચ્યા. હનુમાનજીએ શનિદેવને સૂર્ય દેવ પાસે લઈ જવા માટે ઘણો આગ્રહ કર્યો પણ શનિ માન્ય નહીં જેના કારણે હનુમાનજી અને શનિ વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધમાં શનિ ઘાયલ થઈ ગયા અને તેમનું શરીર પીડાથી તરફડવા લાગ્યું. ત્યારે હનુમાનજીએ તેમને સરસવનું તેલ આપ્યું. સરસવનું તેલ શરીર પર લગાડ્યાની સાથે જ શનિદેવના શરીરનો દુખાવો ગાયબ થઈ ગયો. ત્યાર પછી હનુમાનજી તેમને સાથે લઈને સૂર્ય પાસે પહોંચ્યા. જ્યાં શનિ દેવે પોતાના આચરણ માટે માફી માંગી. 


ત્યારથી સૂર્ય દવે હનુમાનજીને આશીર્વાદ આપ્યા કે જે પણ વ્યક્તિને શનિ હેરાન કરશે તે વ્યક્તિ હનુમાનજીનું સ્મરણ કરશે તો તેની બધી જ પીડા દૂર થઈ જશે. ત્યાર પછી શનિની સાડાસાતી કે પનોતીથી મુક્તિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવાની અને શનિવારે હનુમાનજીની પૂજા કરવાની પ્રથા શરૂ થઈ. શનિવારે હનુમાનજીની આરાધના કરવાથી અને શનિદેવને સરસવનું તેલ ચઢાવવાથી શનિ સંબંધીત દોષથી મુક્તિ મળે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)