Guru Vakri 2023: ગુરુની વક્રી ચાલ દરેક રાશિને કરશે અસર, જાણો તમારી રાશિ માટે સમય શુભ છે કે નહીં
Guru Vakri 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનું પોતાનું મહત્વ અને અસર હોય છે. તમામ નવ ગ્રહોમાં ગુરુ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંડળીમાં ગુરુની મજબૂત સ્થિતિમાં હોય તો વ્યક્તિને જીવનમાં તમામ સુખ-સુવિધાઓ મળે છે. તેવી જ રીતે જ્યારે ગુરુ વક્રી થાય છે ત્યારે પણ તે 12 રાશિના લોકોની આર્થિક સ્થિતિ, કાર્યક્ષેત્ર, વેપાર અને વૈવાહિક જીવનને અસર કરે છે. હાલ જ્યારે ગુરુ વક્રી અવસ્થામાં છે ત્યારે તેની અસર તમારી રાશિ પર કેવી થશે તે પણ જાણો.
મેષ રાશિ
આ રાશિના લોકો કોઈ મોટા પ્રોજેક્ટની શરુઆત કરી શકે છે. તેઓ નોકરીમાં પ્રમોશન મેળવી શકે છે. વેપારની શરુઆત કરી શકે છે. આવકમાં વધારો થવાની સંભાવનાઓ છે.
વૃષભ રાશિ
આ રાશિના લોકો માટે આ સમય પ્રગતિની દૃષ્ટિએ સારો છે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું પડશે. યાત્રા લાભકારી રહેશે. તમારા જીવનમાં સારું પરિવર્તન થવાની સંભાવના છે.
મિથુન રાશિ
આ રાશિના લોકોના અંગત જીવનમાં અને વ્યાવસાયિક જીવનની દ્રષ્ટિએ વક્રી ગુરુ લાભ કરાવશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમને નેટવર્કિંગની તકો મળશે, તમે નવા લોકોને મળશો અને સંબંધ બનાવશો.
કર્ક રાશિ
તમારે સખત મહેનત કરવી પડશે, પડકારોનો સામનો કરવો પડશે. તમારી મહેનત ચોક્કસપણે પરિણામ આપશે. તમે તમારા કામમાં ઓળખ ઊભી કરશો અને લોકો તમારા કામની પ્રશંસા કરશે.
સિંહ રાશિ
આ રાશિના લોકોના જીવનમાં વક્રી ગુરુનો શુભ પ્રભાવ જોવા મળશે. નવા અનુભવ કરી શકશો. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં વધારે મહેનત કરવી જોઈએ, તેઓ તમારી મહેનતથી તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશે.
કન્યા રાશિ
આ રાશિના લોકોએ પોતાના કાર્યક્ષેત્ર વિશે વિચારવું જોઈએ. તમારા નવા શોખ માટે સમય કાઢી શકો છો. જો કે નાણાકીય નિર્ણયો કાળજીપૂર્વક લેવા.
તુલા રાશિ
આ રાશિના જાતકોને ધંધામાં ફાયદો થશે. નવા લોકોને મળવાની તક મળશે. રોકાણ માટે સારો સમય છે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો. કાયદા સંબંધિત કામમાં વિલંબ થઈ શકે છે, પરંતુ પરિણામ તમારા પક્ષમાં આવશે.
ધન રાશિ
આ રાશિના લોકો પોતાના સંબંધીઓ અથવા પ્રિયજનોને મળી શકે છે. તમારા અંગત જીવનની દૃષ્ટિએ આ સમય ખૂબ જ શુભ છે. લવ લાઈફમાં નવીનતા આવી શકે છે.
મકર રાશિ
આ રાશિના લોકોને પ્રોપર્ટી અને વાહનોમાં રોકાણ કરવાથી ફાયદો થશે. પરિવારમાં તણાવની સ્થિતિ સુધારવા માટે આ યોગ્ય સમય છે. તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.
કુંભ રાશિ
તમારી એકસરખી દિનચર્યામાંથી બહાર નીકળી શકશો. નવી જગ્યાએ ફરવાનો અનુભવ કરી શકે છે. નોકરીમાં બદલાવની સંભાવના છે.
મીન રાશિ
પરિવાર સાથે ભાવનાત્મક સંબંધ મજબૂત રહેશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. રોકાણ કરવા માટે સારો સમય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos