Diwali 2023: દર વર્ષે આસો મહિનાને અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૨ નવેમ્બરે દિવાળી ઉજવાશે. હિન્દુ ધર્મના બધા જ તહેવારોમાં દિવાળીનો પર્વ સૌથી મોટો અને મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણપતિ અને માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે. દિવાળી પહેલા જ ઘરોમાં સાફ-સફાઈ શરૂ કરી દેવામાં આવે છે અને દિવાળીના પાંચ દિવસ પહેલાથી ઘરમાં દીવા પ્રજ્વલિત કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી પરત આવ્યા તે ખુશીમાં ઉજવવામાં આવ્યો હતો જે પરંપરા આજ સુધી ચાલુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનભર ઘરમાં ધન અને ધાન્ય ની અછત સર્જાતી નથી. માતા લક્ષ્મીની પૂજા કરવાની સાથે જ ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવી પણ શુભ ગણાય છે. દિવાળી પર આ વસ્તુઓ લાવી ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ વ્યક્તિ પર વર્ષે છે.


આ પણ વાંચો:


સાંઈ બાબા મંદિરના આ બે ચમત્કાર છે વિશ્વવિખ્યાત, આજે પણ ભક્તો કરે છે તેની અનુભૂતિ


ગણતરીની કલાકોમાં શરુ થશે આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ, દોઢ વર્ષ સુધી રાજા જેવું જીવન જીવશે


દિવાળી પહેલા જ આ 3 રાશિની થશે ચાંદી જ ચાંદી, શનિ માર્ગી થઈ ચારે તરફથી કરાવશે લાભ


લાલ વસ્ત્ર અને શૃંગારનો સામાન


દિવાળીના દિવસે નવા કપડાં પહેરવામાં આવે છે સાથે જ આ દિવસે લાલ રંગના વસ્ત્ર ખરીદવા શુભ માનવામાં આવે છે આ દિવસે શૃંગારનો સામાન લઈને ઘરમાં રાખવાથી પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે.


શ્રી યંત્ર


દિવાળીના દિવસે શ્રી યંત્ર ખરીદીને ઘરમાં સ્થાપિત કરવું અતિ શુભ ગણાય છે. શ્રી યંત્ર ખરીદી ઘરમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે અને વ્યક્તિ સમૃદ્ધ બને છે.


ગોમતી ચક્ર


શ્રી યંત્રની જેમ ગોમતી ચક્ર ઘરે લાવવું પણ શુભ માનવામાં આવે છે તેનાથી ઘર પરિવાર સંપન્ન થાય છે. દિવાળીના દિવસે 11 ગોમતી ચક્ર ખરીદીને ઘરે લાવી લક્ષ્મીજીની સાથે તેની પૂજા કરી તિજોરીમાં રાખવાથી ધન વધે છે.


લક્ષ્મી ગણેશ મૂર્તિ


દિવાળીના દિવસે લક્ષ્મીજી અને ગણપતિ ભગવાનની મૂર્તિ ખરીદીને ઘરે લાવવી શુભ ગણાય છે આ મૂર્તિ ઘરે લાવી તેમની પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્યની ખામી રહેતી નથી.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)