Shani Margi 2023: દિવાળી પહેલા જ આ 3 રાશિની થશે ચાંદી જ ચાંદી, શનિ માર્ગી થઈ ચારે તરફથી કરાવશે લાભ જ લાભ
Shani Margi 2023: ગ્રહ 4 નવેમ્બરે સ્વરાશિ કુંભમાં માર્ગી થશે. ત્યાર પછી 30 જૂન 2024 સુધી શનિ માર્ગી અવસ્થામાં રહેશે. શનિની ચાલમાં આ ફેરફાર થવાથી 12 રાશિના લોકો પર તેનો પ્રભાવ જોવા મળશે. શનિ કુંભ અને મકર રાશિનો સ્વામી ગ્રહ છે. 30 વર્ષ પછી શનિ પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન છે.
Trending Photos
Shani Margi 2023: જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહનું વિશેષ મહત્વ છે. શનિ વ્યક્તિના કર્મ અનુસાર તેને ફળ આપે છે અને ન્યાય કરે છે. જ્યારે પણ શનિનું રાશિ પરિવર્તન થાય છે અથવા તો તે માર્ગી કે વક્રી થાય છે તો તેનો પ્રભાવ દરેક રાશિના લોકો પર પડે છે. શનિ ગ્રહ સૌથી મંદ ગતિએ ચાલનાર ગ્રહ છે.
ગ્રહ 4 નવેમ્બરે સ્વરાશિ કુંભમાં માર્ગી થશે. ત્યાર પછી 30 જૂન 2024 સુધી શનિ માર્ગી અવસ્થામાં રહેશે. શનિની ચાલમાં આ ફેરફાર થવાથી 12 રાશિના લોકો પર તેનો પ્રભાવ જોવા મળશે. શનિ કુંભ અને મકર રાશિનો સ્વામી ગ્રહ છે. 30 વર્ષ પછી શનિ પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં શનિ માર્ગી થશે તેના કારણે ત્રણ રાશિના લોકોને સૌથી ફાયદા થશે.
આ પણ વાંચો:
મેષ રાશિ
4 નવેમ્બરે શનિ માર્ગી થશે અને મેષ રાશિના લોકોના જીવનમાં સારો સમય શરૂ થશે. કાર્યક્ષેત્રમાં સારો લાભ પ્રાપ્ત થશે અને અચાનક ધનલાભની પણ પ્રબળ સંભાવના સર્જાશે. મેષ રાશિના લોકોને આ સમયે દરમિયાન ભાગ્યનો સાથ મળશે. આ સમય દરમિયાન આવકમાં જબરદસ્ત વધારો થશે અને વેપારમાં પણ નફો થશે.
વૃષભ રાશિ
શનિનું માર્ગી થવું વૃષભ રાશિના લોકો માટે વરદાનથી કમ નથી. શનિની વિશેષ કૃપા વૃષભ રાશિના લોકો પર રહેવાની છે. નોકરી કરતા લોકોને નોકરીમાં સારી તક મળી શકે છે. પગાર વધારાના પણ યોગ છે. આ રાશિના જાતકોને અચાનક મોટું કામ હાથમાં આવી શકે છે.
મિથુન રાશિ
4 નવેમ્બરથી શનિનું માર્ગી થવું મિથુન રાશિના લોકોને પણ લાભ કરાવશે. આ રાશિના જાતકોનો ભાગ્યોદય થવાની પ્રબળ સંભાવના છે. શનિ નવમ ભાવમાં માર્ગી થશે જેના કારણે નોકરી કરતા અને વેપાર કરતાં લોકોને સારો લાભ થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે