Chaitra Navratri 2023: ચૈત્ર નવરાત્રિ 22 માર્ચથી શરૂ થઈ છે અને 30 માર્ચ ગુરુવારે સમાપ્ત થશે. નવરાત્રિને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેવામાં જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો મહાષ્ટમીના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. કારણ કે મહાઅષ્ટમીના દિવસે વિશેષ સંયોગો બની રહ્યા છે અને આ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો અચૂક સાબિત થશે. આ વર્ષે બુધવારે મહાઅષ્ટમી ઉજવાશે, આ દિવસે તમે પાનના આ વિશેષ ઉપાય કરીને તમારી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


12 વર્ષ પછી ગુરુ કરશે મેષ રાશિમાં ગોચર, આ 5 રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન


મોત બાદ નરક મળે તો આત્માને આ કષ્ટ કરવા પડે છે સહન, આટલા દિવસે આત્મા પહોંચે છે યમલોક


ઘરનાં આંગણામાં આ છોડ હોય તો ભૂલથી પણ ના તોડતા તેના પાન, માં લક્ષ્મી થાય છે નારાજ


મહાઅષ્ટમીના અચૂક ઉપાય


- મહાષ્ટમીના દિવસે અખંડ પાન પર ગુલાબની તાજી પાંખડી મૂકીને માં દુર્ગાને અર્પણ કરો. આમ કરવાથી તમારા જીવનમાં ધનની આવક વધશે.


- મહાષ્ટમીની પૂજામાં પાન મુકવું અને તેના પર એલચી અને લવિંગ મુકીને બીડું બનાવી અને માં દુર્ગાના ચરણોમાં ચઢાવી દો આમ કરવાથી દરેક પ્રકારના ઋણમાંથી મુક્તિ મળે છે.


- જો તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માંગો છો તો નવરાત્રિની આઠમના દિવસે એક પાન લેવું અને તેની બંને બાજુ સરસવનું તેલ લગાવો અને માં દુર્ગાને અર્પણ કરો. રાત્રે આ પાનને માથા નજીક રાખીને સૂઈ જવું. બીજા દિવસે સવારે જાગો પછી આ પાનને દુર્ગા મંદિરમાં મુકી આવો.  


- વૈવાહિક જીવન સાથે જોડાયેલી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે નવરાત્રિમાં આવતાં મંગળવારે એક પાન લેવું તેની મુલાયમ બાજુ પર સિંદૂરથી જય શ્રીરામ લખો અને તેને હનુમાન મંદિરમાં ચઢાવો.