Vastu Tips:સનાતન ધર્મમાં તુલસીના છોડને પૂજનીય માનવામાં આવ્યો છે. આ જ કારણ છે કે તમને દરેક ઘરમાં તુલસીનો છોડ જોવા મળશે. દરેક ઘરમાં સવારે અને સાંજના સમયે તુલસીની પૂજા થાય છે. સવારે સ્નાન કર્યા પછી લોકો તુલસીના છોડમાં પાણી ચડાવે છે. જે ઘરમાં નિયમિત રીતે તુલસીના છોડમાં પાણી ચડાવવામાં આવે અને સંધ્યા સમયે દીવો કરવામાં આવે તે ઘર ઉપર માતા લક્ષ્મીની કૃપા રહે છે. તુલસીના છોડને માતા લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે. જે ઘરમાં તુલસીનો છોડ લીલોછમ હોય અને રોજ તેની પૂજા થાય ત્યાં ધન ની આવક થતી રહે છે અને બરકત વધે છે. પરંતુ ધર્મ શાસ્ત્રોમાં તુલસીની પૂજા કરવા માટેના કેટલાક નિયમો પણ જણાવ્યા છે. આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો માતા લક્ષ્મી નારાજ થાય છે. તુલસીના છોડ વિશે કહેવાયું છે કે મહિનાના કેટલાક દિવસો એવા હોય છે જ્યારે તુલસીમાં પાણી ચડાવવું જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


વૈવાહિક જીવનની સમસ્યા થશે દુર અને રુપિયાથી છલોછલ રહેશે તિજોરી, અજમાવો રોટલીના ટોટકા


જીવનમાં આવનારા સંકટ તરફ ઈશારો કરે છે આ ઘટનાઓ, માનવામાં આવે છે અશુભ


Mahashivatri પર આ વસ્તુઓનું કરો દાન, ઘરમાં ભરાશે ધનના ભંડાર



રવિવારના દિવસે ન ચડાવો જળ


શાસ્ત્રો અનુસાર તુલસીનો છોડમાં રવિવારે ક્યારેય પાણી ચઢાવવું જોઈએ નહીં. માન્યતા છે કે રવિવારના દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. તેવામાં જો તમે રવિવારે તુલસીના છોડમાં પાણી ચડાવો છો તો તેમનું વ્રત તૂટી જાય છે અને તેના કારણે તેઓ નારાજ થઈ જાય છે. 


એકાદશી ની તિથિ પર ન ચડાવો જળ


હિંદુ પંચાંગ અનુસાર દર મહિને બે એકાદશી ની તિથિ આવે છે. આ તિથિ પણ એવી હોય છે કે જ્યારે તુલસીજીને પાણી ચઢાવવું જોઈએ નહીં. એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે પણ તુલસીજી વિષ્ણુ ભગવાન માટે નિર્જળા વ્રત રાખે છે તેથી આ તિથિ પર પણ તુલસીમાં પાણી ચડાવવાથી પાપ લાગે છે અને જો તમે આ ભૂલ કરો છો તો તમારા પરિવારમાં ગરીબી આવે છે.