Mahashivatri પર આ વસ્તુઓનું કરો દાન, ઘરમાં ભરાશે ધનના ભંડાર

Mahashivatri 2023: આ વર્ષે શનિવારે મહાશિવરાત્રી ઉજવાશે જેના કારણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી શિવજી અને શનિદેવ પ્રસન્ન થશે. આ વસ્તુઓનું દાન કરવાથી ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે અને ઘરમાં બરકત આવે છે. 

Mahashivatri પર આ વસ્તુઓનું કરો દાન, ઘરમાં ભરાશે ધનના ભંડાર

Mahashivatri 2023: આ વર્ષે મહાશિવરાત્રીનો પર્વ 18 ફેબ્રુઆરી અને શનિવારના રોજ ઉજવાશે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર ખાસ છે કારણ કે આ વર્ષે શનિવારે મહાશિવરાત્રી આવે છે અને આ દિવસે એક ખાસ સંયોગ પણ સર્જાઈ રહ્યો છે. શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રીના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે. તેમાં પણ આ વર્ષે શનિવારે મહાશિવરાત્રી ઉજવાશે જેના કારણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી શિવજી અને શનિદેવ પ્રસન્ન થશે. આ વસ્તુઓનું દાન કરવાથી ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે અને ઘરમાં બરકત આવે છે. 

આ પણ વાંચો : 

મહાશિવરાત્રીના દિવસે કરી લો આ ઉપાય
 
- હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે.  મહાશિવરાત્રીના દિવસે ગાયને રોટલી અને લીલો ચારો ખવડાવો. આ કામ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને જીવનમાં પ્રગતિ થાય છે.

- મહાશિવરાત્રીના દિવસે દૂધ અથવા તો દૂધથી બનેલી વાનગીઓનું દાન કરવાથી શિવજીની કૃપા વરસશે છે. કારણ કે શિવજીને દૂધ ખૂબ જ પ્રિય છે. તેનાથી ચંદ્ર પણ શાંત થાય છે કારણ કે શિવજી ચંદ્રને ધારણ કરે છે અને દૂધનો સંબંધ ચંદ્ર સાથે પણ છે. તેવામાં જો તમે મહાશિવરાત્રીના દિવસે દૂધનું દાન કરો છો તો તમને અપાર સુખ, સમૃદ્ધિ, ધન પ્રાપ્ત થશે.
 
- મહાશિવરાત્રીના દિવસે સાકરનું દાન કરવું જોઈએ. આ સિવાય તમે જરૂરતમંદોને ચોખા, દૂધ કે ખીરનું દાન પણ કરી શકો છો. આમ કરવાથી કારર્કિદીમાં સફળતા મળે છે.
 
- મહાશિવરાત્રીના દિવસે કાળા તલનું દાન કરવું જોઈએ. કાળા તલનો સંબંધ શનિદેવ સાથે છે. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવાથી શનિદોષ દુર થાય છે. 

- મહાશિવરાત્રીના દિવસે વસ્ત્રોનું દાન કરવું પણ ખૂબ જ શુભ છે. આ દિવસે ગરીબોને કપડાં અને અનાજ દાન કરવાથી ભાગ્યનો સાથ મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news