Good luck Signs: માતા લક્ષ્મીને ધનના દેવી કહેવાય છે. જે વ્યક્તિ ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન હોય તેના જીવનમાં ધન અને સમૃદ્ધિની ખામી રહેતી નથી. તેથી જ દરેક વ્યક્તિ જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ઈચ્છે છે. લોકો દિવસ રાત એક કરે પરંતુ માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે તો જ તે સમૃદ્ધ થઈ શકે છે. તેથી જીવનમાં મહેનતની સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ જરૂરી છે. જ્યારે કોઈ વ્યક્તિ પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તો તેને કેટલાક ઈશારા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવા કેટલાક સંકેત હોય છે જે માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય તે પહેલા વ્યક્તિને મળે છે. શાસ્ત્રોમાં એમ પણ કહેવાયું છે કે આવી વસ્તુઓ જે ભાગ્યશાળી વ્યક્તિ હોય તેને જોવા મળે. આ સંકેત સાંજના સમયે મળે તો સમજી લેવું કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન ટૂંક સમયમાં થવાનું છે.


આ પણ વાંચો: આજથી 1 મહિના સુધી સૂર્ય 4 રાશિ પર રહેશે મહેરબાન, થશે ધનલાભ અને નોકરીમાં મળશે પ્રમોશન


ગરોળી


આમ તો ગરોળી જેવી કોઈને પસંદ નથી પરંતુ શાસ્ત્ર અનુસાર સંધ્યા સમયે જો તમારા ઘરમાં ગરોળી ફરતી જોવા મળે તો તે શુભ છે. સાંજે ઘરમાં ગરોળી આવે તે સંકેત હોય છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થવાનો છે અને તમને અઢળક પૈસો મળવાનો છે.


કાળી કીડી


આમ તો ઘરમાં કીડી ઘણી વખત જોવા મળે છે પરંતુ સાંજના સમયે જો તમારા ઘરમાં કોઈ જગ્યાએ કીડીઓ જોવા મળે તો સમજી લેવું કે ટૂંક સમયમાં તમને ધન લાભ થવાનો છે.


આ પણ વાંચો: Shani 2024: વર્ષ 2024 માં 3 રાશિઓ પર શનિદેવ થશે મહેરબાન, ચારેતરફથી થશે રૂપિયાની આવક


ઘુવડ


સાંજના સમયે જો તમને અચાનક ઘુવડ જોવા મળી જાય તો સમજી લેવું કે તમે ધનના ઢગલામાં રમવાના છો..


ચકલીનો માળો


શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં ચકલી માળો બનાવે તો તે ખૂબ જ શુભ કહેવાય. આ સિવાય સાંજના સમયે જો તમને ચકલી તેના માળામાં જોવા મળે તો સમજી લેવું કે તમે પ્રગતિ કરવાના છો અને તમને ધન લાભ થવાનો છે.


આ પણ વાંચો: સાત પેઢી બેઠા બેઠા ખાઈ શકે એટલું ધનવાન બનવું હોય તો શુક્રવારે ગુપ્ત રીતે કરો આ ઉપાય


ફુલ


સાંજના સમયે જો તમને કમળના ખીલેલા ફૂલ જોવા મળી જાય તો સમજી લેવું કે માતા લક્ષ્મી ઈશારો કરે છે કે હવે તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલી જવાના છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો: 24 કલાકમાં પલટી મારશે મેષ સહિત આ રાશિઓનું ભાગ્ય, ધન સંક્રાતિમાં કમાશો અઢળક રૂપિયો