Hath me M hone ka matlab: હસ્તરેખા શાસ્ત્રમાં હથેળી પર બનેલી રેખા, નિશાન, આકૃતિઓ, ચિહ્ન અને તલના આધારે ભવિષ્ય કથન કરવામા આવે છે. હાથની રેખાઓ, પર્વત, નિશાન વગેરે વ્યક્તિના સ્વભાવથી લઈને તેની સફળતાના રાઝ ખોલે છે. ભવિષ્યમાં થનારી ઘટનાઓ તથા શુભ અશુભ સંકેતો પણ આપે છે. હસ્તરેખા શાસ્ત્રમાં જે નિશાનને શુભ માનવામાં આવ્યા છે, તેમાં એક છે M નુ નિશાન. જે જાતકોના હાથમાં M નું નિશાન હોય છે, તેઓ ધન-દોલત, સંપત્તિના ધની બને છે. તેઓ લકી ગણાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાથમાં M નુ નિશાન હોવાના સંકેત
હથેળીમાં M નિશાન હોય તો વ્યક્તિ જન્મજાત લીડર હોય છે. તે આગળ જઈને જવાબદારીઓ લેવાનો ગુણ ધરાવે છે. જે તેને જીવનમાં બહુ જ આગળ લઈ જાય છે. 


હાથમાં M નું નિશાન અને કુંડળીમાં બાકીના ગ્રહો પણ સારા હોય તો જાતક રાજનીતિમાં ઉચ્ચ પદ પર પહોંચવાની શક્યતા ધરાવે છે.


જે લોકોની હાથમાં M નું નિશાન હોય છે, તે બહુ જ વિચારશીલ અને સારી કલ્પનાશક્તિ વાળા હોય છે. આવા જાતકો સારા લેખક, વિચારક, કલાકાર, વક્તા અને સાહિત્યકાર બને છે. 


હથેળીમાં M નિશાન હોય તો તે વ્યક્તિની પાસે ક્યારેય રૂપિયાની તંગી રહેતી નથી. તે 40 ની ઉંમર બાદ બહુ જ સફળ થાય છે. તેઓ અપાર ધનદોલતના માલિક બને છે. 


હથેળીમાં M નું નિશા હોવું એટલે વ્યક્તિને લાઈફ પાર્ટનરના મામલામાં પણ લકી બનાવે છે. આવા જાતકો જીવનસાથીને અત્યંત પ્રેમ કરતો હોય છે.


હાથમાં M નું નિશાન હોય તો વ્યક્તિ ચેલેન્જિસ આવવા છતા પણ ડરતો નથી. પરંતુ તેનો ડર્યા વગર સામનો કરે છે. આ જાતકોના જીવનમાં સંઘર્ષ કરવો પડે તો તેને પાર કરીને પણ ઉંચાઈ પર પહોંચી જાય છે.