Lucky Signs on Palm: હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીના શુભ-અશુભ ચિન્હો, નિશાનો વિશે જણાવવામાં આવ્યું છે. આ ચિન્હ બતાવે છે કે તમે કેટલા ભાગ્યશાળી છો. તમારા પર ભગવાનની વિશેષ કૃપા છે કે નહી. અથવા તમે અમીર બનવાનું અથવા સફળ થવાનું સપનું કેટલી હદે પુરૂ કરી શકો છો. આજે અમે હસ્તરેખા શાસ્ત્રમાં જણાવીશું કે તે શુભ ચિન્હો વિશે જાણીએ જેમની હથેળી પર હોવું જીવનને ખુશહાલ, સમૃદ્ધ અને એકદમ સફળ બનાવે છે. જે લોકોની હથેળી પર શુભ નિશાન હોય છે તેમનું જીવન સુખ-સુવિધાઓથી ભરપૂર હોય છે. આવા લોકો દેવી દેવતાઓની વિશેષ કૃપા રહે છે અને જીવનમાં તેમને દુખ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. આજે અમે હથેળીના એવા જ શુભ ચિન્હો વિશે જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોકો ચૂકતા નહી! ₹1.14 લાખ સસ્તી મળી રહી છે આ કાર, આ ગ્રાહકોને મળશે ટેક્સ ફ્રી કાર


હથેળીના શુભ નિશાન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કમળનું પ્રતીક પણ સ્વસ્તિકની જેમ જ શુભ માનવામાં આવે છે. હથેળી પર આ નિશાન હોવું વિષ્ણુ યોગ કહેવાય છે. જેની હથેળી પર આ નિશાન હોય તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદ તેમના પર રહે છે. આવા લોકો નેતૃત્વ કરવામાં માહિર હોય છે. એટલું જ નહીં તેઓ આર્થિક રીતે પણ ખૂબ સક્ષમ હોય છે.


લંડનના મેયરની ચૂંટણીમાં ભારતીય મૂળના બિઝનેસમેન પાકિસ્તાની મૂળના નેતાને આપશે ટક્કર
પારો 43 ડિગ્રીને પાર, ગરમીના લીધે 2 લોકોના મોત, હજુ કેટલા દિવસ બાળશે તાપ?


હથેળીમાં સ્વસ્તિકનું ચિન્હ
શાસ્ત્રોમાં સ્વસ્તિકને શુભ પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યું છે. હસ્તરેખાશાસ્ત્રમાં પણ તેને શુભ માનવામાં આવે છે. જે પણ વ્યક્તિની હથેળી પર સ્વસ્તિક ચિન્હ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવા લોકો ધનવાન બને છે અને દુનિયામાં ઘણું માન-સન્માન મેળવે છે. આવા લોકો ખૂબ પ્રતિભાશાળી હોય છે અને ખૂબ સફળતા પ્રાપ્ત કરે છે. 


Mukesh Ambani પુત્ર અનંતના લગ્નમાં કેટલો ખર્ચ કરશે? સાંભળીને ઉડી જશે હોશ
તાબડતોડ રિટર્ન: 1 વર્ષની FD કરવા માટે આ રહ્યા 3 બેસ્ટ ઓપ્શન, 7.75% મળશે વ્યાજ


હથેળી પર માછલીનું નિશાન
જો હથેળી પર માચલીનું ચિહ્ન હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા લોકો જે પણ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવે છે, તેઓ ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે. ભાગ્ય દરેક પગલે તેમનો સાથ આપે છે. જીવન આનંદથી પસાર થાય છે. સંબંધોની બાબતમાં પણ તેઓ નસીબદાર હોય છે.


હથેળીમાં ચક્રનું નિશાન
હથેળી પર ચક્રનું નિશાન હોવું ભાગ્યશાળી હોવાના સ્પષ્ટ સંકેત છે. આવા વ્યક્તિ અપાર ધન-સંપદાના માલિક બને છે. સાથે જ ખૂબ યશ-કિર્તી પણ પ્રાપ્ત કરે છે. 


એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં બનશે શુભ રાજયોગ, 5 રાશિઓને પડી જશે મૌજ
Chaturgrahi Yog: ચાર મોટા ગ્રહ મચાવશે ધમાલ, રાત-દિવસ નોટો છાપશે આ રાશિના લોકો


હથેળીમાં શંખનું ચિન્હ
જે પણ મહિલા અથવા પુરૂષની હથેળીમાં શંખનું નિશના હોય છે તેના પર હંમેશા માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુંની કૃપા રહે છે. આવા જાતકો જીતવા માટે જન્મ્યા હોય છે. તે અઢળક ધન સંપત્તિ અને વિલાસિતાવાળું જીવન જીવે છે. તેમને ખૂબ સન્માન પણ મળે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી શરૂ થશે ક્રુઝ યાત્રા, યાદગાર બની જશે ટ્રીપ
Aam Manorath: શું હોય છે 'આમ મનોરથ'? મુકેશ અંબાણી સાથે છે આ ખાસ કનેક્શન