parshuram jayanti 2022: વૈશાખ માસના સુદ પક્ષની ત્રીજનો દિવસ અક્ષય તૃતિયા કે અખાત્રીજ તરીકે ઉજવાય છે. આ દિવસ પરશુરામ જયંતી તરીકે પણ ઉજવાય છે. આજે પરશુરામ જયંતી પણ છે. પરશુરામ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર મનાય છે. તેમનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો. પિતા ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના ચોથા પુત્ર એટલે ભગવાન પરશુરામ. તેઓ ભગવાન શિવના ભક્ત હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાન પરશુરામના નામ પાછળ પણ એક કહાની પ્રચલિત છે. પૌરાણિક માન્યતા મુજબ તેમના જન્મ સમયે તેમનું નામ રામ રખાયું હતું. તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા અને અત્યંત કપરી તપસ્યા કરતા હતા. ત્યારબાદ ભગવાન શિવ તેમના પર ખુબ પ્રસન્ન થયા અને તેમને અનેક શસ્ત્ર-સાધનો આપ્યા. જેમાં એક હથિયાર પરશુ હતું. જે તેમનું મુખ્ય હથિયાર પણ હતું. આ હથિયાર ધારણ કર્યા બાદ તેમનું નામ પરશુરામ પડી ગયું. અત્રે જણાવવાનું કે ભગવાન પરશુરામને તેમના પિતા તરફથી ક્યારેય પરાજીત ન થવાનું વરદાન પ્રાપ્ત હતું. તેઓ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા મહારથીઓના ગુરુ પણ હતા.


એવું મનાય છે કે ભગવાન પરશુરામનો જન્મ ધરતી પર રાજાઓ દ્વારા ફેલાયેલા અધર્મ, પાપને ખતમ કરવા માટે થયો હતો. તેઓ ભગવાન શિવના એકમાત્ર શિષ્ય પણ મનાય છે. પરશુરામ સંલગ્ન અનેક પૌરાણિક કથાઓ જાણીતી છે. તેઓ તેમના જ્ઞાન, ભક્તિ ઉપરાંત ગુસ્સા માટે પણ એટલા જ જાણીતા છે. 


પરશુરામ જયંતીના દિવસે પ્રતની સાથે વિધિવત રીતે પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યારે નિ:સંતાન લોકો આ વ્રત રાખે તો જલદી પુત્રની પ્રાપ્તિ થાય છે. ભગવાન પરશુરામની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની પણ કૃપા જાતકો પર રહે છે.  પૂજાના શુભ મુહૂર્તની વાત કરીએ તો આજે સવારે 5.19થી અખાત્રીજની શરૂઆત થઈ. આ તિથિ 4 મે સવારે 7.33 વાગ્યા સુધી રહેશે. આ દિવસે રોહિણી નક્ષત્ર સવારે 12.34 મિનિટથી લઈને 4 મે સવારે 3.18 મિનિટ સુધી રહેશે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube