નેપાળનું પશુપતિનાથ મંદિર જેના વિષયમાં એવું માનવામાં આવે છે કે આજે પણ તેમાં ભગવાન શિવની હાજરી છે. પશુપતિનાથ મંદિરને ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક  કેદારનાથ મંદિરનો અડધો ભાગ માનવામાં આવે છે પશુપતિનાથ મંદિર નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ 30 કિલોમીટર પાસે દેવ પાટણ ગામ નજીક બાગમતી નદીના તટ પર સ્થિત છે. પશુપતિનાથ મંદિરને લઇ એવી માન્યતા છે કે જે વ્યક્તિ આ સ્થાનના દર્શન કરે છે તેને કોઇ પણ જન્મમાં પશુયોનિ પ્રાપ્ત નથી થતી પરંતુ એ પણ માનવામાં આવે છે કે પશુપતિનાથના દર્શન કરવા વાળા વ્યક્તિ એ સૌથી પહેલા નંદીના દર્શન ન કરવા જોઇએ.
 
જો એવું થાય તો તે વ્યક્તિને પશુયોનિ મળવાનું નક્કી છે, પશુપતિનાથના મંદિરની બહાર એક ઘાટ છે જેને આર્યઘાટ કહેવામાં આવે છે. પૌરાણિક કાળથી માત્ર આ જ ઘાટના પાણીને મંદિરમાં લઇ જવાનું પ્રાવધાન છે. અન્ય કોઇ પણ સ્થાનનું જળ આપ ન લઇ જઇ શકો. આપને એ જાણીને નવાઇ લાગશે કે પશુપતિનાથ મંદિરનું જ્યોતિર્લિંગ ચતુર્મુખી છે એવું માનવામાં આવે છે કે આ પારસ પત્થર સમાન છે જે લોખંડને પણ સોનું બનાવી શકે છે. આ મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ પણ પહોંચવા સુધી કુલ 4 દરવાજા છે, તે ચાર દરવાજા ચાંદીના છે પશ્ચિમી દ્વારની બરાબર સામે ભગવાન શિવના ભક્ત નંદીની પ્રતિમા છે.
 
આ પરિસરમાં વૈષ્ણવ અને શૈવ પરંપરાના કેટલાય અલગ અલગ મંદિર અને પ્રતિમા છે નેપાળના પશુપતિનાથ મંદિરને ક્ટલીક બાબતોને લઇને તમામ મંદિરોમાં સૌથી પ્રમુખ માનવામાં આવે છે. પશુપતિનાથ ચાર ચહેરાવાળું લિંગ છે. પૂર્વ દિશાની તરફ વાળા મુખને તત્વપુરુષ , પશ્ચિમ તરફ મુખવાળઆને સત્યજ્યોતિ , ઉત્તરદિશા તરફ જોતા તેનું મુખ વામદેવ અને દક્ષિણ દિશાવાળા મુખને અઘોરા કહે છે. આ ચારેય ચહેરા તંત્ર વિદ્યાની સિદ્ધિના પાયા છે કેટલાક લોકો એ પણ માને છે કે ચારેય વેદોના પાયાના સિદ્ધાંત પણ અહિંથી જ નીકળ્યા હતા. માનવામાં આવે છે કે આ લિંગ વેદ લખાઇ ગયા પહેલા જ સ્થપાઇ ગયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ પણ વાંચો:
'2024ની ચૂંટણીમાં ભાજપને 100 સીટો આવશે', આ કદાવર નેતાએ કરી ભવિષ્યવાણી
સરકાર જવાબ આપે! શિક્ષણાધિકારી જ બળાત્કારી આસારામના મોટા 'ભગત',ધારાસભ્ય પણ આરતી ઉતારી
ખબર છે RBI ક્યાં સંતાડે છે સોનું? સોનાની માલિકીમાં કયો દેશ ક્યાં છે?

 
પશુપતિનાથ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક માન્યતા એ પણ છે કે કુરુક્ષેત્રની લડાઇ બાદ, પોતાના જ બંધુઓની હત્યા કરી પાંડવ ખૂબ દુખી હતા તેમણે તેમના ભાઇ અને સગા સંબંધીઓને માર્યા હતા તેને ગોત્ર વધ પણ કહે છે તેમને તેમની કર્યાનો પસ્તાવો હતો અને તે પોતાને અપરાધિ મહેસૂસ કરતા હતા . પોતાને આ દોષથી મુક્ત કરવા માટે તે ભગવાન શિવની શોધમાં નીકળી પડ્યા પરંતુ ભગવાન શિવ નહોતા ઇચ્છતા કે જે જઘન્ય અપરાધ તેમણે કર્યો છે તેનાથી તેમને એટલી આસાનીથી મુક્તિ મળી જાય. પાંડવોને તેમની પાસે જોઇને તેમણે એક નંદીનું રૂપ ધારણ કરી લીધું અને ત્યાંથી ભાગવાની કોશિશ કરી પરંતુ પાંડવોને તેમના ભેદનો ખ્યાલ આવી ગયો અને તેઓ તેમનો પીછો કરતા તેમને પકડવાની કોશિશમાં લાગી ગયા. આ ભાગદોડમાં શિવ જમીનમાં લુપ્ત થઇ ગયા અને જ્યારે તેઓ ફરીથી બહાર આવ્યા તો તેમના શરીરના ટુકડા અલગ અલગ જગ્યાઓ પર વિખેરાઇ ગયા નેપાળના પશુપતિનાથમાં તેમનું મસ્તક પડ્યું હતું અને ત્યારથી આ મંદિરને તમામ મંદિરોમાંથી ખાસ માનવામાં આવે છે.
 
કેદારનાથમાં બળદનું કુવલ પડ્યું હતું. બળદના આગળના બે પગ તુંગનાથમાં પડ્યા હતા. આ જગ્યા કેદારના રસ્તામાં જ પડે છે . બળદનો નાભિનો ભાગ હિમાલયના ભારતીય વિસ્તારમાં પડ્યો આ જગ્યાને મધ્યમહેશ્વર કહેવામાં આવે છે આ એક ખૂબ શક્તિ શાળી મની પુરક લિગ છે. બળદના શિંગડા જ્યાં પડ્યા તે જગ્યાને કલ્પનાથ કહે છે આ રીતે તેમના શરીરના અલગ અલગ ટુકડા અલગ અલગ જગ્યાઓ પર મળી આવ્યા તેમના શરીરના ટુકડાને આ રીતે વિખેરવાનું વર્ણન ક્યાંક ને ક્યાંક સાત ચક્રો સાથે જોડાયેલું છે.
 
પશુપતિનાથ બે શરીરનું માથું છે. એક શરીર દક્ષિણ દિશામાં હિમાલયના ભારતીય ભાગ તરફ છે. બીજો ભાગ પશ્ચિમી દિશા તરફ છે. પશુપતિનાથ મંદિરથી 13 કિલોમીટર દૂર ભક્તપુર છે અહિ આવવાથી આપને જાણકારી મળશે કે પુણ્ય સંસ્કૃતિ કેવી હતી. ભક્તપુર એવું શહેર છે જેને એ રીતે તૈયાર કર્યું હતું , કે અહિં આવવાવાળાને દરેક પગલે ઇશ્વરીય શક્તિનો આભાસ થાય ભક્તપુરનો મતલબ પણ એ જ છે. આથી અહિં દરેક પડાવ પર વાસ્તવમાં એક મંદિર છે અહિં પાણી પીવાની જગ્યાએ પણ એક મંદિર છે. સાફ સફાઇની જગ્યા પણ એક મંદિર છે અને વાત કરવાની જગ્યા પણ એક મંદિર જ છે.


આ પણ વાંચો:
99 ટકા લોકો ખોટી રીતે કરે છે ફોન ચાર્જ, તેનાથી ઘટે છે બેટરી લાઈફ, બદલો આ આદત તુરંત
સંજય લીલા ભણસાલીની Heeramandi નું Motion Poster રિલીઝ, જુઓ દમદાર કાસ્ટનો First Look
છાયા સોમેશ્વર મંદિરના શિવલિંગ સાથે એવું છુપાયું છે રહસ્ય જેની સામે વિજ્ઞાન પણ લાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube